Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટર રિંકુ સિંહ અને MP પ્રિયા સરોજની લવ સ્ટોરીમાં Instagramની ખાસ ભૂમિકા, ખુલ્યા રાઝ

રિંકુ સિંહે પહેલા તેની માતાને પ્રિયા વિશે કહ્યું હતું. નેહાએ એ પણ શેર કર્યું કે, તેના ભાભી પ્રિયા સાથે ખૂબ સારા સંબંધો છે. તે ગમે તેટલી વ્યસ્ત હોય, તે હંમેશા તેનો ફોન લે છે. પ્રિયા સરોજ હાલમાં ઉત્તર પ્રદેશના મછલીશહરથી લોકસભા સાંસદ છે.
ક્રિકેટર રિંકુ સિંહ અને mp પ્રિયા સરોજની લવ સ્ટોરીમાં instagramની ખાસ ભૂમિકા  ખુલ્યા રાઝ
Advertisement
  • ક્રિકેટર અને સાંસદની લવ સ્ટોરી અંગે બહેને પોડકાસ્ટમાં રાઝ ખોલ્યા
  • બંનેની લવસ્ટોરીની શરૂઆતમાં સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામની મહત્વની ભૂમિકા
  • લોકપ્રિયા પોડકાસ્ટમાં એક પછી એક આશ્ચર્યમાં મુકે તેવી વિગતો સામે આવી

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ (Indian Cricket Rinku Singh) હાલમાં T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના (Australia Tour) પ્રવાસે છે. આ દરમિયાન, તેમની ભાવિ પત્ની, પ્રિયા સરોજ (MP Priya Saroj), તેમના રાજકીય કાર્યમાં વ્યસ્ત છે. બંનેના ચાહકો ઘણીવાર જાણવા માંગે છે કે, ક્રિકેટર અને સાંસદની પ્રેમકથા (Rinku Singh And Priya Saroj Love Story) કેવી રીતે શરૂ થઈ, તેઓ કેવી રીતે મળ્યા અને ઘણું બધું. રિંકુ સિંહની નાની બહેને તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના ભાઈ અને ભાભીની પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ. ચાલો તમને રિંકુ અને પ્રિયાની આ અનોખી પ્રેમકથા વિશે જાણીએ.

આ રીતે શરૂ થઇ પ્રેમ કહાની

રિંકુ સિંહની નાની બહેન, નેહા સિંહે (Rinku Singh Sister Neha Singh) પોડકાસ્ટમાં ખુલાસો કર્યો (Secret Revel In Podcast) હતો કે, તેનો ભાઈ રિંકુ સિંહ અને ભાવિ ભાભી પ્રિયાની પ્રેમકથા (Rinku Singh And Priya Saroj Love Story) કપડાંના વ્યવસાયને કારણે શરૂ થઈ હતી. નેહાએ કહ્યું કે, તેની ભાવિ ભાભી પ્રિયાની બહેન અલીગઢમાં રહે છે, અને કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે ઇચ્છતી હતી કે, રિંકુ ભૈયા તેમની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર શેર કરે. આ કરવા માટે, પ્રિયાએ પહેલા રિંકુના મિત્રને ફોન કર્યો હતો, પછી રિંકુ ભૈયાને મેસેજ કર્યો હતો. તેઓ મેસેજ દ્વારા વાત કરવા લાગ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર સંદેશા અને લાઇક વીડિયો દ્વારા, તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, અને અંતે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

Advertisement

રિંકુ સિંહે માતાને પહેલી જાણ કરી

પોડકાસ્ટ દરમિયાન, જ્યારે રિંકુ સિંહની (Rinku Singh And Priya Saroj Love Story) બહેનને પૂછવામાં આવ્યું કે, શું પ્રિયા પહેલાથી જ રિંકુ સિંહને ઓળખે છે, ત્યારે નેહા સિંહે કહ્યું કે, પ્રિયા સરોજના પિતા તેમના ઘરે ક્રિકેટ મેચ જોતા નથી. જો કે, પ્રિયા ભાભી ક્રિકેટ જુએ છે, રિંકુ સિંહ કોણ છે, તે જાણતા હતા અને તેની રમતની પ્રશંસા પણ કરતા હતા. રિંકુ સિંહે પહેલા તેની માતાને પ્રિયા વિશે કહ્યું હતું. નેહાએ એ પણ શેર કર્યું કે, તેના ભાભી પ્રિયા સાથે ખૂબ સારા સંબંધો છે. તે ગમે તેટલી વ્યસ્ત હોય, તે હંમેશા તેનો ફોન લે છે. પ્રિયા સરોજ હાલમાં ઉત્તર પ્રદેશના મછલીશહરથી લોકસભા સાંસદ છે.

Advertisement

ક્યારે થશે બંનેના લગ્ન

આ વર્ષે 8 મેના રોજ, રિંકુ સિંહ અને પ્રિયા સરોજે (Rinku Singh And Priya Saroj Love Story) લખનૌમાં સગાઈ કરી હતી, અને હવે, અહેવાલો અનુસાર, તેમના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થવાના છે. રિંકુ સિંહ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. ત્યાંથી પાછા ફર્યા પછી આ દંપતી લગ્ન કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો -----  IND vs AUS 1st T20I : Canberra ના ગ્રાઉન્ડ પર ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ, જાણો એક ક્લિકમાં

Tags :
Advertisement

.

×