Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણીતા ક્રિકેટર રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજે ખેતરમાં વાવણી કરી, લોકોએ ખૂબ વખાણ્યું

PRIYA SAROJ : તેઓ થોડા સમય માટે પ્લાન્ટેશન કર્યા પછી ખેતરમાંથી બહાર આવી ગયા હતા. આ પછી મહિલાઓ અને ખેડૂતો સાથે વાતચીત કરી
જાણીતા ક્રિકેટર રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજે ખેતરમાં વાવણી કરી  લોકોએ ખૂબ વખાણ્યું
Advertisement
  • સમાજવાદી પાર્ટીના સાંસદનો અનોખો અંદાજ જોવા મળ્યો
  • ક્રિકેટરની મંગેતર પ્રિયા સરોજે ખેતરમાં જઇને વાવણી કરી
  • બાદમાં સ્થાનિકોને પાર્ટીના કાર્યો અંગેની માહિતી આપી હતી

PRIYA SAROJ : યુપીના જૌનપુર (UP - JAUNPUR) મછલીશહર લોકસભા મતવિસ્તારના સમાજવાદી પાર્ટી (SP) સાંસદ અને રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજ (SP MP - PRIYA SAROJ) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે પાણીથી ભરેલા ખેતરમાં ડાંગર વાવતી જોવા મળે છે. તેમણે સોશિયલ મીડિયા પર આ સંબંધિત એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં, તેમણે પોતાને વૃક્ષારોપણ કરતા બતાવ્યા છે. અને કેપ્શનમાં 'મારું ગામ' લખ્યું છે. વીડિયોમાં, ઘણી મહિલાઓ પણ તેની સાથે ડાંગર વાવતી જોવા મળી રહી છે. આ પોસ્ટ પર યુઝર્સ ઘણી સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by PRIYA SAROJ (@ipriyasarojmp)

ડાંગરના રોપણનો વીડિયો પોસ્ટ કર્યો

સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, મચ્છલીશહરની સાંસદ પ્રિયા સરોજ રવિવારે વારાણસીના પિન્દ્રા તહસીલ વિસ્તારમાં આવેલા તેમના ગામ કરખિયાં ખાતે આવી પહોંચ્યા હતા. ગામમાં પહોંચીને તે લોકોને મળ્યા હતા. બાદમાં તેઓ ખેતરમાં પહોંચ્યા હતા. અહીં ડાંગરની વાવણી ચાલી રહી હતી. જે બાદ સપા સાંસદ પ્રિયા સરોજ ખુલ્લા પગે મેદાનમાં ઘૂસી ગયા હતા. અને તેઓએ ગામની મહિલાઓ સાથે મળીને ડાંગરની રોપણી પણ શરૂ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ થોડા સમય માટે પ્લાન્ટેશન કર્યા પછી ખેતરમાંથી બહાર આવી ગયા હતા. આ પછી તેમણે ગામની મહિલાઓ અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે મહિલાઓ અને ખેડૂતોને સમાજવાદી પાર્ટીની સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. જે બાદ સાંસદ પ્રિયા સરોજે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ડાંગરના રોપણનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પછી આ વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.

Advertisement

તાજેતરમાં જ તેમની સગાઇ થઇ છે

તમને જણાવી દઈએ કે, પ્રિયા સરોજ કેરાકટ ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. તાજેતરમાં જ તેણીએ ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ સાથે સગાઈ કરી છે. લખનૌમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સપાના વડા અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી.

Advertisement

આ પણ વાંચો --- AI કે અદ્ભુત કળા? વાયરલ થયો કૂતરાનો Drum વગાડતો વીડિયો

Tags :
Advertisement

.

×