Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind Vs SA ODI માં વિરાટ કોહલીની દમદાર સેન્ચ્યુરી, વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો

વિરાટ કોહલીનો ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે મજબૂત રેકોર્ડ છે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 10 મી સદી છે. કોહલીએ હવે યાદીમાં રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસનની બરાબરી કરી છે, જ્યાં ત્રણેયે ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે 10 સદી ફટકારી છે. કોહલીએ હવે તેમની બરાબરી કરી છે, અને યાદીમાં સંયુક્ત બીજા ક્રમે પહોંચી ગયો છે.
ind vs sa odi માં વિરાટ કોહલીની દમદાર સેન્ચ્યુરી  વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો
Advertisement
  • ક્રિકેટર કોહલીનો મેદાનમાં તરખાટ જારી
  • સદીમાં સચિનનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો કોહલી
  • અગાઉની મેચમાં કોહલીએ અર્ધ શતકનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Virat Kohli ODI Century : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં વિરાટ કોહલીનું બેટ ફરી પ્રભાવશાળી રહ્યું છે. આ ODI શ્રેણીમાં કોહલી અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે, જેમાં રાંચી ODI માં તેની 135 રનની ઇનિંગનો પણ સમાવેશ થાય છે. કોહલીએ માત્ર 90 બોલમાં તેની સદી પૂરી કરી છે, જે તેની કારકિર્દીની 53 મી ODI સદી છે. આ સાથે, કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારવાનો સંયુક્ત બીજા ક્રમનો સૌથી વધુ રેકોર્ડ ધરાવે છે, જે ફક્ત સચિન તેંડુલકરથી પાછળ છે.

કોહલી રિકી પોન્ટિંગ અને કેન વિલિયમસનની બરાબરી

વિરાટ કોહલીનો ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે મજબૂત રેકોર્ડ છે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 10 મી સદી છે. કોહલીએ હવે યાદીમાં રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસનની બરાબરી કરી છે, જ્યાં ત્રણેયે ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે 10 સદી ફટકારી છે. કોહલીએ હવે તેમની બરાબરી કરી છે, અને યાદીમાં સંયુક્ત બીજા ક્રમે પહોંચી ગયો છે. સચિન તેંડુલકરે ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે 12 સદી ફટકારી હતી.

Advertisement

ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ

સચિન તેંડુલકર - 12 સદી
વિરાટ કોહલી - 10 સદી
રિકી પોન્ટિંગ - 10 સદી
ડેવિડ વોર્નર - 10 સદી
કેન વિલિયમસન - 10 સદી

Advertisement

કોહલી 102 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો

રાયપુર વનડેમાં, વિરાટ કોહલી 102 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, લુંગી ન્ગીડીનો બોલે આઉટ થયો હતો. કોહલીએ પોતાની સદી દરમિયાન 93 બોલનો સામનો કર્યો હતો, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન, કોહલીએ રૂતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે 195 રનની શાનદાર ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ત્રણ વનડે ઇનિંગમાં કોહલીએ બેટિંગથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, દરેક ઇનિંગમાં સદી ફટકારી હતી.

રૂતુરાજ ગાયકવાડના બેટે પણ દમ દેખાડ્યો

આ મેચમાં જ ભારતીય ખેલાડી રૂતુરાજ ગાયકવાડના બેટે પણ દમ દેખાડ્યો છે. તેણે વિરાટ કોહલી સાથેની જુગલબંધીમાં રૂતુરાતે સદી ફટકારી છે. જેનાથી ભારત 300 રનની નજીક પહોંચ્યું છે. આ જોતા લાગે છે કે, રનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સાઉથ આફ્રિકાએ વધારે મહેનત કરવી પડશે.

આ પણ વાંચો ------  વિરાટ કોહલી 15 વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી: જાણો શેડ્યૂલ

Tags :
Advertisement

.

×