કરોડોનું કાળુ નાણું Cryptocurrency માં ફેરવવા આંગડિયામાં મોકલેલી રકમ પૈકી 1 કરોડ લઈને ગઠીયો ફરાર
Cryptocurrency : બેનંબરી રૂપિયાને સંતાડવા માટે નેતાઓ, અધિકારીઓ કે બિઝનેસમેનની પ્રથમ હરોળની પસંદગીમાં ડિજિટલ કરન્સીએ સ્થાન લઈ લીધું છે. ભારતમાં Digital Currency માન્ય નહીં હોવા છતાં પ્રતિદિન કરોડો રૂપિયાની હેરફેર થાય છે. આવા જ એક Cryptocurrency ના સોદામાં ઉત્તર ભારતના એક બિઝનેસમેનને ગુજરાતના એક ઠગે કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં અરજી થયાના ગણતરીના દિવસોમાં જ ગુનો નોંધી દેવાયો છે.
હરિયાણાના બિઝનેસમેને Cryptocurrency માટે દુબઈ સંપર્ક કર્યો
દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો ધંધો કરતા જ્યોતપ્રસાદ સત્યનારાયણ શર્મા (ઉ.48 રહે. સેકટર-17, ફરિદાબાદ, હરિયાણા) એ મહિના અગાઉ દુબઈમાં રહેતા સુબ્રોતો રોય ચૌધરીનો ફોનથી સંપર્ક કરી Cryptocurrency ની વાત કરી હતી. અમદાવાદનો વિજય કણજારીયા નામનો શખ્સ દુબઈમાં મની એક્સચેન્જનું (USDT) કામ કરે છે. વિજય પાસે લાયસન્સ નહીં હોવાનું જાણવા છતાં જ્યોતપ્રસાદ શર્માએ ગત 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના એન.આર.આંગડિયા થકી 1 કરોડ રૂપિયા અમદાવાદ મોકલી આપ્યા હતાં. રકમ આંગડિયામાં પહોંચી જતાં વિજય કણજારીયાએ 1,11,871 USDT Tronscan Wallet માં ટ્રાન્સફર કરી આપ્યા હતા. બીજા દિવસે 19 તારીખે N R Angadia Delhi માં 5 કરોડ અને રમણસિંગ આંગડિયામાં 3.50 કરોડ એમ કુલ 8 કરોડ 50 લાખનો મોકલ્યા હતા. આંગડિયામાં રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવા છતાં વિજય કણજારીયાએ USDT ક્લાયન્ટના વોલેટમાં નહીં મોકલી ફોન બંધ કરી દીધો હતો. આથી આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નવરાત્રિના શરૂઆતના દિવસોમાં અરજી થઈ હતી.
Cryptocurrency ના વેપારમાં 1 કરોડનો ચૂનો લાગ્યો
અમદાવાદના બોપલમાં રહેતા ધવલ દેવેન્દ્રભાઈ શાહે (Dhaval Devendrabhai Shah Bopal) જ્યોતપ્રસાદને ફોન કરી 8.50 કરોડમાંથી 2.10 કરોડ ઉપડ્યા હોવાની જાણ કરી હતી. આંગડિયામાં મોકલેલી રકમમાંથી 1 કરોડ વિજય ઠાકરશીભાઈ કણજારીયા (હાલ રહે. બાપુનગર, અમદાવાદ મૂળ રહે. વસ્તડી, સુરેન્દ્રનગર જિલ્લો) લઈ ગયો છે અને 2.10 કરોડ પોતાની પાસે આવ્યા હોવાની ધવલે કબૂલાત કરી હતી. બાકીના રૂપિયા પ્રાઈમ આંગડિયા (Prime Angadia) માં 5.40 કરોડ જમા પડ્યા છે. 5.40 કરોડ અને 2.10 કરોડ એમ કુલ 7.50 કરોડ જ્યોતપ્રસાદને પરત મોકલી અપાયા હતા. ક્રાઈમ બ્રાંચના પીઆઈ આઈ.એન.ઘાસુરા (PI I N Ghasura) એ જ્યોતપ્રસાદની અરજીની તપાસ બાદ તેમની ફરિયાદ લીધી છે. ફરિયાદ અનુસાર ભૂર્ગભમાં ઉતરી ગયેલા વિજય ઠાકરશીભાઈ કણજારીયા (Vijay T Kanjariya) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો- Salute to Police : જીવનનો અંત આણવા ઝેરી પી ગયેલા બેહોશ પડેલા દંપતીને હૉસ્પિટલ પહોંચાડી પોલીસે જીવ બચાવ્યો


