ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shamlaji Temple: પૂનમના દિવસે ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટ્યા

પૂનમના દિવસે શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમડી વહેલી સવારથીજ ભક્તો દર્શન માટે લાઈનોમાં જોડાયા શામળીયા શણગાર સજાવવામાં આવ્યો Shamlaji Temple:માગષર સુદ પૂર્ણિમા(Poonam) નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને (Crowd of devotees)ઉમટ્યા હતા. વહેલી સવારથીજ મંદિર પરિસરમાં...
07:33 AM Dec 15, 2024 IST | Hiren Dave
પૂનમના દિવસે શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમડી વહેલી સવારથીજ ભક્તો દર્શન માટે લાઈનોમાં જોડાયા શામળીયા શણગાર સજાવવામાં આવ્યો Shamlaji Temple:માગષર સુદ પૂર્ણિમા(Poonam) નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને (Crowd of devotees)ઉમટ્યા હતા. વહેલી સવારથીજ મંદિર પરિસરમાં...
Shamlaji Temple

Shamlaji Temple:માગષર સુદ પૂર્ણિમા(Poonam) નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને (Crowd of devotees)ઉમટ્યા હતા. વહેલી સવારથીજ મંદિર પરિસરમાં ભક્તો ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા. અને દિવસ દરમિયાન હાજરો ભક્તો આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવશે ઉલ્લેખનીય છે કે મહિના દરમિયાન દર્શને નહિ આવી શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે ખાસ શામળિયાના દર્શને આવી દર્શન કરી પોતાની માનતા આખડી પુરી કરતા હોય છે

શામળીયા શણગાર સજાવવામાં આવ્યો

પ્રાચીન યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દર પૂનમે શ્રધ્ધાળુઓ મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હોય છે.ત્યારે કોરોનાને લઈ ભક્તોમાં પણ ઘટાડો જોવા મળી રહયો છે.ત્યારે માગશર સુદ પૂનમ ના દિવસે સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોર(Kaliya Thakor) ના દર્શન માટે જિલ્લાભરમાંથી શ્રધ્ધાળુઓ આવી પહોંચ્યા હતા.અને ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા.પૂનમને લઈ શામળીયા ભગવાનની મૂર્તિને શણગાર (Decoration)સજાવવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -આવતીકાલે Margashirsha Purnima, જાણો તેનું મહત્ત્વ, આ ત્રણ રાશિનાં જાતકોનું ચમકશે ભાગ્ય!

દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા

શામળાજીમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, ત્યારે માગસર સુદ પૂનમના દિવસે અરવલ્લીની ગીરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. શામળાજી મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા હતા. ભગવાનને સુંદર વાઘો, હીરા મોતી અને સોનાના અભુષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતાં.

Tags :
ancient templeCrowd of devoteesDecorationDevoteesGujarat NewsgujaratfirstnewsGujarati news andHiren daveKaliya ThakorPoonamShamlaji Temple
Next Article