CWG 2030 : સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં Dy. CM હર્ષભાઈ સંઘવીનું વિશેષ સંબોધન
- ગુજરાત અને દેશ માટે ફરી એકવાર આવી ગર્વની ક્ષણ (CWG 2030)
- કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની કરશે અમદાવાદ
- સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં થયેલી મિટિંગમાં લાગી મહોર
- Dy. CM હર્ષભાઈની આગેવાનીમાં ગયું હતું ડેલિગેશન
- "હું ભારતમાંથી આવું છું, જેને ભારત માતા પણ કહે છે"
- ભારત એક પરંપરાગત રમતગમત વાળી ભૂમિઃ હર્ષભાઈ સંઘવી
Ahmedabad : દેશ અને ગુજરાત માટે ગઈકાલનો દિવસ ખૂબ જ ઔતિહાસિક રહ્યો હતો. ગઈકાલે કોમનવેલ્થ ગેમ્સ 2030 (CWG 2030) ની યજમાની અમદાવાદ કરશે એવી જાહેરાત સ્કોટલેન્ડ (Scotland) ગ્લાસગો ખાતેથી કરવામાં આવી હતી. ગ્લાસગોમાં ગઈકાલે ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની (Commonwealth Sports General Assembly) બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi), કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં પ્રમુખ ડૉ. પી. ટી. ઉષા (Dr. P. T. Usha) સહિત ભારતીય ડેલિગેશનનાં અન્ય સભ્યો હાજર રહ્યા હતા. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ સંબોધન આપ્યું હતું.
આ પણ વાંચો - સમગ્ર દેશ-ગુજરાત માટે ગૌરવની ક્ષણ, Commonwealth Games 2030 ની યજમાની કરશે અમદાવાદ!
ભારત મલખંભ-કુસ્તી જેવી પ્રાચીન રમત પરંપરાની ભૂમિ : હર્ષભાઈ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સનો (Commonwealth Games 2030) પ્રારંભ થયા’ના શતાબ્દી વર્ષની ઉજવણી પણ વર્ષ-2030 માં થઇ રહી હોવાથી ભારત અને ગુજરાત માટે આ ખૂબ જ ખાસ આયોજન રહેશે. સ્કોટલેન્ડ (Scotland) નાં ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, 'હું ભારતથી આવું છું, જે ઇન્ડિયાનાં નામથી પણ ઓળખાય છે. ભારત ધર્મ, ફિલોસોફી, મલખંભ અને કુસ્તી જેવી પ્રાચીન રમત પરંપરાની ભૂમિ છે.'
આ પણ વાંચો - અમદાવાદ CWG 2030 માટે તૈયાર : AMC 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે શહેરને સ્પોર્ટ્સ હબ બનાવશે
CWG 2030, 'ભારતમાં સ્પોર્ટ્સ એ ઇમોશન છે'
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) એ આગળ કહ્યું કે, 'ભારત એક એવી ભૂમિ છે જે 1.45 અબજ લોકો માટે પ્રાચીન સંસ્કૃતિનું ઘર છે અને આ વિશ્વનું સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતીય માનવતાએ સૌપ્રથમ બ્રહ્માંડ સાથેનાં તેના સંબંધ પર વિચાર કર્યો અને ત્યાર બાદ સંસ્કૃત વેદો, ઉપનિષદ, સંહિતા અને ઇતિહાસની રચના કરી.' તેમણે કહ્યું કે, 'ભારતમાં સ્પોર્ટ્સ એ ઇમોશન છે. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં એક માતા સવારે 4 વાગ્યે ઊઠે છે, જેથી તેની દીકરી પ્રેક્ટિસ માટે સમયસર મેદાન પર પહોંચી શકે. આ રીતે રોજનાં ત્યાગ અને સમર્પણથી અમારી મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવામાં મદદ મળી.' તેમણે કહ્યું કે, 'વિજય માટે તૈયારી ફક્ત એક ખેલાડી જ નથી પણ માતા, પરિવાર, પડોશી, આખું રાષ્ટ્ર મહેનત કરે છે.' નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) એ કહ્યું કે, 'અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના તેમના વિઝનનાં ભાગરૂપે દેશમાં રમતગમત કલ્ચરનાં વિકાસ પર ભાર મૂકે છે.'
આ પણ વાંચો - Commonwealth Games 2030 : PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?