ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cyber Fraud ના નામે કરોડોનો તોડ કરનારા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના ભાગીદારની શોધ જારી

Cyber Fraud ના નામે તોડકાંડ ચલાવતો નર્મદા જિલ્લાનો સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી કદાચ પીઆઈ તરલ ભટ્ટની આગળ નીકળી જાય તો નવાઈ નહીં.
05:58 PM Jul 03, 2025 IST | Bankim Patel
Cyber Fraud ના નામે તોડકાંડ ચલાવતો નર્મદા જિલ્લાનો સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી કદાચ પીઆઈ તરલ ભટ્ટની આગળ નીકળી જાય તો નવાઈ નહીં.
Cyber_Crime_Police_Station_Narmada_Suspended_Police_Constable_Lakshman_Chaudhari_Constable_Laxman_Chaudhary_Gujarat_First

Gujarat Police માં છેલ્લાં કેટલાંક વર્ષોથી Cyber Fraud ના નામે ચાલતી કરોડોના તોડકાંડની મોડસ ઓપરેન્ડીથી મોટાભાગના IPS અધિકારીઓ વાકેફ છે. આમ છતાં ફરિયાદ વિના બારોબાર અનેક બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાના અને પછી લાખો/કરોડોનો તોડ કરવાનો. દોઢ વર્ષ અગાઉ ચકચાર મચાવનારા જુનાગઢ સાયબર સેલ (Junagadh Cyber Crime Cell) ના તોડકાંડના મુખ્ય આરોપી PI Taral Bhatt, PI A M Gohil અને એએસઆઈ દિપક જાનીને ભૂલાવી દે તેવી ઘટના તાજેતરમાં સામે આવી છે. Cyber Fraud ના નામે તોડકાંડ ચલાવતો નર્મદા જિલ્લાનો સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી કદાચ પીઆઈ તરલ ભટ્ટની આગળ નીકળી જાય તો નવાઈ નહીં. નર્મદા જિલ્લા એસઓજી ચકચારી તોડકાંડમાં કૉન્સ્ટેબલની સાથે કોની-કોની સંડોવણી છે ? તેની તપાસ ચલાવી રહી છે.

કેવી રીતે તોડકાંડ સામે આવ્યો ?

નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે (Prashant Sumbe) ને થોડાક દિવસો અગાઉ જાણકારી મળી હતી કે, Cyber Fraud અને Cyber Crime ના નામે એક પોલીસવાળો ખેલ કરી રહ્યો છે. આથી તેમણે Cyber Crime Police Station માં જાન્યુઆરી 2024થી કૉમ્યુટર ઑપરેટરની ફરજ બજાવતા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા. સરકારી ઈમેલ આઈડી અને પાસવર્ડની જાણકારી ધરાવતો કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી Cyber Fraud ના નામે જુદીજુદી બેંકોને ઈમેઈલ કરી લાખો/કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવા આદેશ આપતો હતો. છેલ્લાં 6 મહિનામાં લક્ષ્મણ ચૌધરીએ સંખ્યાબંધ ઈમેલ બેંક એકાઉન્ટ ફ્રિઝ (સ્થગિત કરવા) અને અનફ્રિઝ (ખોલી આપવા) કર્યા છે. કરોડોના તોડકાંડની વાત સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ Home Department Gujarat ને સમગ્ર મામલાથી વાકેફ કરાયાં હતાં. ત્યારબાદ આ મામલે Cyber Crime Police Station Narmada ના કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ કેમ સંવેદનશીલ રાખવામાં આવી ?

નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશન (Rajpipla Police Station) ખાતે લક્ષ્મણ ચૌધરી સામે નોંધાયેલી ફરિયાદને સંવેદનશીલ રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ફરિયાદમાં કેટલાંક બેંક એકાઉન્ટ નંબરો સહિતની માહિતીનો ઉલ્લેખ છે. ત્રાહિત પક્ષની માહિતી જાહેર ના થાય તે માટે નિયમાનુસાર આ ફરિયાદને સંવેદનશીલ (Sensitive FIR) ની યાદીમાં મુકવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, PI Taral Bhatt અને PI Arvind M Gohil ની જેમ જ કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ જિલ્લાના કાર્યક્ષેત્ર બહારના મામલાઓમાં Cyber Fraud ના નામે આર્થિક ગેરફાયદો મેળવવા હસ્તક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ Air India પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા યુવાનની કેમ બબ્બે વખત થયા અંતિમ સંસ્કાર ?

કૌભાંડમાં લક્ષ્મણ ચૌધરી સાથે કોની-કોની સંડોવણી

દોઢેક વર્ષથી નર્મદા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી (Lakshman Chaudhary PC) એ છેલ્લાં 6 મહિનામાં મોટો ખેલ પાડ્યો છે. Cyber Fraud અને Cyber Crime ના નામે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં લક્ષ્મણ ચૌધરીએ બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવા અને અનફ્રિઝ કરવા ઢગલાબંધ ઈમેલ કર્યા છે. બેંકોને બારોબાર ઈમેલ કરનારા લક્ષ્મણની સાથે પોલીસ અધિકારી/કર્મચારી કે ખાનગી શખ્સની સંડોવણી છે કે કેમ તે અંગેની જાણકારી પુરાવા મેળવવા તપાસ અધિકારી પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃBhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો

Tags :
Bankim Patelcyber crimeCyber Crime Police Station NarmadaCyber fraudGujarat FirstHome Department GujaratJunagadh Cyber Crime CellLakshman Chaudhary PCPI Arvind M GohilPI Taral BhattRajpipla Police StationSensitive FIR
Next Article