Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી, આ તારીખે માંડવી-કરાચી વચ્ચે ટકરાશે

ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય...
બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી  આ તારીખે માંડવી કરાચી વચ્ચે ટકરાશે
Advertisement

ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

Advertisement

સર્પાકાર આકારમાં અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધી રહ્યું છે. 6 જૂનથી અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ દિશા બદલી છે. ગુજરાત પર વાવાઝોડાના સૌથી વધુ જોખમ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ,કચ્છ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

દરિયા કાંઠાના રાજ્ય માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કરી છે. દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. નિચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.

આપણ  વાંચો -મુંબઈના જુહુ બીચ પર 5 લોકો દરિયામાં તણાયા, 4 લાપતા

Tags :
Advertisement

.

×