બિપોરજોય વાવાઝોડું ગૂગલ પર સૌથી વધુ સર્ચમાં બીજા ક્રમે..!
ગૂગલ પર છવાયું બિપોરજોય વાવાઝોડું વિશ્વમાં 24 કલાકમાં સૌથી વધુ સર્ચમાં બીજા ક્રમે ગૂગલ સર્ચ એન્જિન પર બિપોરજોય ટ્રેન્ડિંગ ઈન્ટરેસ્ટ ઓવરટાઈમ સ્કોર 100 અપાયો બિપોરજોય લાઈવ ટ્રેકિંગ ઓન મેપ સર્ચમાં 450 ટકા ટ્રોપિકલ સાયક્લોન સર્ચમાં 600 ટકાનો વધારો દેશના 9...
Advertisement
ગૂગલ પર છવાયું બિપોરજોય વાવાઝોડું
વિશ્વમાં 24 કલાકમાં સૌથી વધુ સર્ચમાં બીજા ક્રમે
ગૂગલ સર્ચ એન્જિન પર બિપોરજોય ટ્રેન્ડિંગ
ઈન્ટરેસ્ટ ઓવરટાઈમ સ્કોર 100 અપાયો
બિપોરજોય લાઈવ ટ્રેકિંગ ઓન મેપ સર્ચમાં 450 ટકા
ટ્રોપિકલ સાયક્લોન સર્ચમાં 600 ટકાનો વધારો
દેશના 9 રાજ્યોને અસર કરનારું બિપોરજોય વાવાઝોડું ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે રાજસ્થાનને ઘમરોળી રહ્યું છે ત્યારે છેલ્લા પંદર દિવસથી લોકમુખે બિપોરજોય વાવાઝોડાની જ ચર્ચા ચાલી રહી હતી. ગુરુવારે 15મી જૂને વાવાઝોડું ગુજરાતના કચ્છના જખૌ પોર્ટ પર ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડાએ લોકોમાં ભારે ડર અને ઉત્તેજના જોવા મળી હતી જેથી ગૂગલ પર બિપોરજોય વાવાઝોડું સતત ટ્રેડીંગ રહ્યું હતું.
સર્ચ એન્જિન ગૂગલ પર બિપોરજોય વાવાઝોડું છવાયું
બિપોરજોય વાવાઝોડાએ ગુરુવાર સવારથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોને ઘમરોળ્યા હતા અને વાવાઝોડું સાંજે કચ્છ પર ત્રાટક્યું હતું. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. ગુરુવાર રાતથી કચ્છની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાવાઝોડાએ ભારે કહેર વર્તાવ્યો હતો. પરિણામે લોકોમા બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને ક્યાં લેન્ડ ફોલ થવાનું છે તે જાણવાની ભારે ઉત્સુક્તા જોવા મળી રહી હતી અને તેથી સર્ચ એન્જિન ગૂગલ પર બિપોરજોય વાવાઝોડું છવાયું હતું.
સૌથી વધુ સર્ચમાં બિપોરજોય વાવાઝોડું
વીતેલા 24 કલાકમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચમાં બિપોરજોય વાવાઝોડું રહ્યું હતું. ગૂગલ પર બિપોરજોય વાવાઝોડું સતત ટ્રેન્ડીંગમાં રહ્યું હતું. તેને ઇન્ટરેસ્ટ ઓવરટાઇમ સ્કોર 100 અપાયો હતો.
લાઇવ ટ્રેકીંગ ઓન મેપ સર્ચમાં 450 ટકાનો વધારો
બિપોરજોય લાઇવ ટ્રેકીંગ ઓન મેપ સર્ચમાં 450 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ટ્રોપિકલ સાયક્લોન સર્ચમાં 600 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને તે જ દર્શાવે છે કે બિપોરજોય વાવાઝોડા વિશે જાણવામાં લોકોને કેટલી ઉત્સુક્તા હતી.


