Cyclone Shakti: ગુજરાત પરથી ટળ્યું શક્તિ વાવાઝોડાનું સંકટ, ડિપ્રેશનમાં ફેરવાઇ જવાની શક્યતા
- Cyclone Shakti: દ્વારકાથી 950 કિમી અને નલિયાથી 960 કિલોમીટર દૂર
- 10 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું
- વાવાઝોડુ નબળું પડી પશ્ચમ-મધ્ય તરફ આગળ વધશે
Cyclone Shakti: ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જેમાં દ્વારકાથી 950 કિમી અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે. 10 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. વાવાઝોડુ નબળું પડી પશ્ચમ-મધ્ય તરફ આગળ વધશે. જે બાદ ઉત્તર-પશ્ચમ અરબી સમુદ્ધ તરફ પૂર્વ દિશામાં આગળ વધશે. તથા આવતીકાલે બપોર સુધીમાં વાવાઝોડુ શક્તિ નબળુ પડશે. વાવાઝોડુ નબળુ પડી ડિપ્રેશનમાં ફેરવાઇ જવાની શક્યતા છે.
ભારતના દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાની અસર ઓછી
ભારતના દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાની અસર ઓછી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં નલિયા અને દ્વારકાથી લગભગ 950 કિલોમીટર દૂર રહેલું આ વાવાઝોડું આવતીકાલ સવારથી જ નબળું પડવાની શરૂઆત કરશે અને આગામી 24 કલાકમાં વધુ ક્ષીણ થશે. આ વાવાઝોડું 7 ઓક્ટોબરે ડિપ્રેશન માં ફેરવાઈ જશે, જેના કારણે ગુજરાત રાજ્ય પર તેનો નહિવત્ પ્રભાવ જોવા મળશે. જોકે, તેની અસરના ભાગરૂપે 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
Cyclone Shakti : ગુજરાત પરથી ટળ્યું શક્તિ વાવાઝોડાનું સંકટ
દ્વારકાથી 940 કિમી અને નલિયાથી 950 કિલોમીટર દૂર
10 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું
વાવાઝોડુ નબળું પડી પશ્ચમ-મધ્ય તરફ આગળ વધશે | Gujarat First#Gujarat #CycloneShakti #WeatherUpdate #CycloneAlert… pic.twitter.com/oXwf37qMgS— Gujarat First (@GujaratFirst) October 6, 2025
Cyclone Shakti: અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડી શકે છે
વહીવટી તંત્ર દ્વારા LCS-3 અને DW2 જેવા ચેતવણી સિગ્નલ જાહેર કરાયા છે, અને સાવચેતીના પગલા તરીકે 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 'શક્તિ' વાવાઝોડું હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે ટૂંક સમયમાં યુ-ટર્ન લઈને ધીમું પડશે.
આ વાવાઝોડાની શક્તિ ધીમી પડવાથી ગુજરાતના લોકોને રાહત મળી
આ વાવાઝોડાની શક્તિ ધીમી પડવાથી ગુજરાતના લોકોને રાહત મળી છે. 7 ઓક્ટોબરે વાવાઝોડું ડિપ્રેશન (હળવા દબાણ) માં ફેરવાઈ જશે. તેમજ 8 ઓક્ટોબરના રોજ દરિયાકાંઠાના 6 જિલ્લાઓ (દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ) માં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડી શકે છે.
આ પણ વાંચો: Sharad Purnima 2025: શરદ પૂર્ણિમા છે આજે, જાણો કયા શુભ સમયે રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધપૌઆ રાખવા


