Cyclone Shakti અરબ સાગરમાં સક્રિય થયુ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
- ત્રણ કલાકની પ્રતિ ઝડપે Cyclone Shakti આગળ વધી રહ્યું છે
- માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
- અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી
Cyclone Shakti અરબ સાગરમાં સક્રિય થયુ છે. જેમાં વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ કલાકની પ્રતિ ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓમાનથી 220 KM દૂર શક્તિ વાવાઝોડું છે. ત્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ત્યારે દિવના દરિયામાં શક્તિ વાવાઝોડાની અસર દેખાઈ છે. દીવ અને ગીરસોમનાથના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા છે. માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું સિગ્નલ અપાયું છે તેમજ માછીમારોને બોટ લઈ બંદર પર પરત ફરવા આદેશછે.
Gujarat પર Cyclone Shakti નો ખતરો ડબલ ? । Gujarat First#gujarat #CycloneShakti #Shakticyclone #rainingujarat #rain #gujaratrain #gujaratfirst pic.twitter.com/y9alxhR44n
— Gujarat First (@GujaratFirst) October 5, 2025
Cyclone Shakti: અરબી સમુદ્ર વાવાઝોડાનું હોટસ્પોટ બની રહ્યો છે
શક્તિ ચક્રવાતને લઈ પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. પાર્થિવરાજે જણાવ્યું છે કે અરબી સમુદ્ર વાવાઝોડાનું હોટસ્પોટ બની રહ્યો છે. સરકાર અને પર્યાવરણ વિભાગે ચિંતા કરવી જોઈએ. ગુજરાતમાં વર્ષ 1975 થી 2000 સુધીમાં 7 ચક્રવાત જોવા મળ્યા છે. સરકારે આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ. વાવાઝોડાની તીવ્રતા હવે વધવા લાગી છે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે
શક્તિ ચક્રવાત ગુજરાત આવતા નબળું પડ્યુ છે. શક્તિ ચક્રવાત ગતિમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુ છે. નલિયા અને દેવભૂમિ દ્વારકાથી શક્તિ વાવાઝોડું 820 કિમી દૂર છે. તથા ઓમાનના હદથી 220 કિમી શક્તિ વાવાઝોડું દૂર છે. આવતીકાલ સવાર સુધી તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે. તથા ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે.
આ પણ વાંચો: Romantic Fling: અમેરિકામાં પાંચમાંથી એક મહિલા AI ના પ્રેમમાં! જાણો કેમ


