Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચર્કવાત 'ટ્રામી' એ Philippines માં મચાવી તબાહી, વધુ 33 લોકોના મોત

ચક્રવાત 'ટ્રામી' ફિલિપાઈન્સમાં વિનાશ મચાવ્યો, ભારે ભૂસ્ખલન અને પૂરને કારણે 65 લોકોના મોત
ચર્કવાત  ટ્રામી  એ philippines માં મચાવી તબાહી  વધુ 33 લોકોના મોત
Advertisement
  1. ચક્રવાત 'ટ્રામી'ના કારણે Philippines માં અનેક લોકો બેઘર
  2. રાજધાની મનીલાના દક્ષિણમાં 'ટ્રામી'ના કારણે વધુ 33 લોકોના મોત
  3. વાવાઝોડાએ ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચાવી

ચક્રવાત 'ટ્રામી'એ ફિલિપાઈન્સ (Philippines)માં તબાહી મચાવી છે. તાજા સમાચાર અનુસાર, રાજધાની મનીલાના દક્ષિણમાં સ્થિત પ્રાંતમાં ઉષ્ણકટિબંધીય તોફાન 'ટ્રામી'ના કારણે વધુ 33 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. આ વાવાઝોડાએ ફિલિપાઈન્સ (Philippines)માં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડાના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. ફિલિપાઈન્સ (Philippines)ના એક પ્રાંતીય પોલીસ વડાએ આ માહિતી આપી છે.

બટાંગાસના પોલીસ વડા કર્નલ જેસિન્ટો માલિનાઓ જુનિયરે જણાવ્યું હતું કે, બટાંગાસ પ્રાંતમાં ભૂસ્ખલન અને પૂરના કારણે થયેલા મૃત્યુ સાથે ચક્રવાત 'ટ્રામી'માં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. ચક્રવાત 'ટ્રામી' શુક્રવારે ઉત્તર-પશ્ચિમ ફિલિપાઈન્સ (Philippines)માં લેન્ડફોલ કર્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો : ગાઝા પર ઈઝરાયેલનો વધુ એક ખતરનાક હુમલો, 38ના મોત

પત્ની અને બાળક ગુમ...

માલિનાઓ જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટેલિસેના તળાવ કિનારેથી ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે અન્ય 11 ગ્રામજનો ગુમ છે. આ દરમિયાન તેમની સાથે એક ગ્રામીણ ઉભો હતો, જેની પત્ની અને બાળક ગુમ છે. બચાવ કાર્યકરોએ સર્ચ ઓપરેશન દરમિયાન માથા અને પગનો એક ભાગ મેળવી લીધો હતો, જે કદાચ ગુમ થયેલી મહિલા અને બાળકના હતા. "તે સંપૂર્ણ રીતે દિલથી ભાંગી ગયો છે," માલિનાઓએ મુશળધાર વરસાદમાં તેની પત્ની અને બાળકને ગુમાવનાર ગ્રામીણ વિશે જાણકારી આપી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! 10 પોલીસકર્મીઓને ઉતાર્યા મોતને ઘાટ

લોકો માટે એલર્ટ જારી...

ફિલિપાઈન્સ (Philippines)માં ચક્રવાત 'ટ્રામી' અને ભૂસ્ખલનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાહત અને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડી રહી છે. અન્ય લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Canada : વોલમાર્ટ સ્ટોરના ઓવનમાંથી મળ્યો ભારતીય યુવતીનો સળગેલો મૃતદેહ

Tags :
Advertisement

.

×