Dahod : દેવગઢ બારિયાનાં તોયણી ગામે ગમખ્વાર અકસ્માત, 3 પિતરાઈ ભાઈઓનાં મોત
- Dahod નાં દેવગઢ બારિયાનાં તોયણી ગામનો બનાવ
- રંધીકપુર રોડ પર બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં એકનું ઘટના સ્થળે, અન્ય 2 નાં સારવાર દરમિયાન મોત
દાહોદ જિલ્લામાં (Dahod) વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. દેવગઢ બારિયાનાં તોયણી ગામે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, અન્ય બે યુવકનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. માહિતી અનુસાર, મૃતક ત્રણેય પિતરાઈ ભાઈઓ હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ 'ઘોડા વેચી' ને ઊંઘતા પકડાયા! જુઓ વાઇરલ Video
બે બાઇક વચ્ચે અકસ્માત, કુલ 3 યુવકનાં મોત
માહિતી અનુસાર, દાહોદ જિલ્લાનાં (Dahod) દેવગઢ બારિયા તાલુકાનાં તોયણી ગામે રંધીકપુર રોડ પર પૂરઝડપે આવતી બે બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે, અન્ય 5 યુવકને ઇજાઓ થતાં વડોદરા હોસ્પિટલ (Vadodara Hospital) ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ 5 પૈકી 2 યુવકનાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની કરી ધરપકડ
વડેલા ગામનાં ત્રણ પિતરાઈ ભાઈઓનાં મોત
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે (Dahod Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક ત્રણેય યુવક વડેલા ગામનાં પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Kheda : અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ વે પર મોતની ચિચિયારીઓ ગુંજી! કારમાં સવાર 5 પૈકી 3 નાં મોત