Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : મૃત્યુ પછી દાહોદ હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યું પરિવાર, તાંત્રિકે કરી વિધિ

Dahod : દાહોદના રસ્તાઓ ઉપર લોકો એક વ્યક્તિને ધૂણતો જોઈને આશ્ચર્યમાં પડ્યા હતા, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કઈ બાબતની વિધિ કરવામાં આવી છે અને કેમ આ વ્યક્તિ ધૂણે છે તો જવાબે વધારે આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જવાબ મળ્યો હતો કે તેઓ હોસ્પિટલમાં એક આત્માને લેવા માટે આવ્યા હતા. ધૂણતા વ્યક્તિમાં તે આત્માએ પ્રવેશ કરી લીધો હોવાથી તે ધૂણી રહ્યો હોવાનો આશ્ચર્યમાં મૂક્યા હતા. એક પરિવાર પોતાના પરિવારના એક સભ્યની આત્માને લેવા માટે દાહોદ પહોંચ્યા હતા.
dahod   મૃત્યુ પછી દાહોદ હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યું પરિવાર  તાંત્રિકે કરી વિધિ
Advertisement
  • Dahod : દાહોદમાં અંધશ્રદ્ધાનો 'લાઇવ શો' : 6 મહિના પછી તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા સ્વજનો, આત્મા લઈ નીકળ્યા
  • AIના યુગમાં પણ અંધવિશ્વાસ : મૃત્યુ પછી દાહોદ હોસ્પિટલમાંથી આત્મા લેવાની પૂજા, વીડિયો વાયરલ
  • ગંભીર કેસ : મધ્યપ્રદેશના પરિવારે તાંત્રિકને લઈ ઝાયડસ હોસ્પિટલમાં આત્મા 'ધુણી' કરી

Dahod : દાહોદના રસ્તાઓ ઉપર લોકો એક વ્યક્તિને ધૂણતો જોઈને આશ્ચર્યમાં પડ્યા હતા, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કઈ બાબતની વિધિ કરવામાં આવી છે અને કેમ આ વ્યક્તિ ધૂણે છે તો જવાબે વધારે આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જવાબ મળ્યો હતો કે તેઓ હોસ્પિટલમાં પોતાના ઘરના એક સભ્યની આત્માને લેવા માટે આવ્યા હતા. ધૂણતા વ્યક્તિમાં તે આત્માએ પ્રવેશ કરાવી દીધો હોવાથી તે ધૂણી રહ્યો હોવાનો આશ્ચર્યજનક જવાબ મળ્યો હતો. એક પરિવાર પોતાના પરિવારના એક સભ્યની આત્માને લેવા માટે મધ્યપ્રદેશથી દાહોદ પહોંચ્યો હતો. જાણો વિસ્તારપૂર્વક શું છે બાબત

તમે આને શું કહેશો અંધશ્રદ્ધા કે શ્રદ્ધા ?

આજના ડિજિટલ અને વિજ્ઞાન આધારિત યુગમાં પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસના કિસ્સાઓ સામે આવતા રહે છે, જે સમાજને ચિંતિત કરે છે. આવો જ એક ગંભીર કેસ દાહોદમાં સામે આવ્યો છે, જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો તાંત્રિક (ભૂવા)ને લઈને ખાનગી હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં પૂજા-વિધિ કરીને 'આત્મા લઈ નીકળ્યા' હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે અંધશ્રદ્ધાના વિસ્તાર અને તેની સમાજ પરની અસરને દેખાડે છે.

Advertisement

 મધ્યપ્રદેશના એક વ્યક્તિને અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી. તેને તાત્કાલિક દાહોદની જાણીતી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પછી પરિવારે આત્માને 'લઈ જવા' માટે તાંત્રિકને બોલાવ્યો અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. વીડિયોમાં દેખાય છે કે તાંત્રિક સફેદ કપડા પહેરીને ધુણી (ધૂપ-ધુની) કરતો જાય છે અને પૂજા-પાઠ કર્યા પછી 'આત્મા લઈ નીકળ્યા' તેવો દાવો કરાયો છે. આ પ્રકારની વિધિને પરિવાર અને તાંત્રિકે 'આત્મા મુક્તિ' તરીકે રજૂ કરી, પરંતુ તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે.

Advertisement

પરિવાર પિતાની આત્માને લેવા પહોંચ્યું Dahod ની હોસ્પિટલ

આ બાબતે મૃતકના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, મારા પિતાજીએ અંતિમ શ્વાસ દાહોદની હોસ્પિટલમાં લીધો હતો. તો દિવાળી નજીક આવતી હોવાના કારણે અમે તેમને લેવા માટે આવ્યા છીએ. અમે ઘરે લઈ જઈને પિતાજીની સેવા ચાકરી કરીશું. તેમને જણાવ્યું કે, અમારા હિન્દૂ ધર્મ પ્રમાણે પૂર્વજોની પૂજા ઘરે લઈ જઈને કરવામાં આવે છે. તે ઉપરાંત તેઓ તેમની પિતાજીની આત્માને ઘરે લઈ જવા માટે મહારાજ પણ મધ્યપ્રદેશથી જ લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું.

તો બીજી તરફ આ ઘટના સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને દર્શાવે છે, જ્યાં લોકો વૈજ્ઞાનિક કારણોને બદલે તાંત્રિક વિધિઓ પર વિશ્વાસ કરે છે. વિશેષજ્ઞોના મતે, આવી પ્રવૃત્તિઓથી માનસિક તણાવ વધે છે અને તે સમાજના પછાત વર્ગોમાં વધુ પ્રચલિત છે.

આ પણ વાંચો- Surat : ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરો – વરાછા MLA કુમારભાઈ કાનાણીએ CMને પત્ર લખી કરી મજબૂત માંગણી

Tags :
Advertisement

.

×