Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!
- Dahod ભાજપનાં કાઉન્સિલરની આત્મવિલોપનની ચીમકી
- વોર્ડ.1 માં પાણીની સમસ્યા મુદ્દે કાઉન્સિલરે કરી અનેક રજૂઆત
- MGVCL અને પાણી પુરવઠાની બેદરકારીનો લગાવ્યો આક્ષેપ
- વહેલી તકે સમસ્યાનું સમાધાન ન થાય તો આત્મવિલોપનની ચામકી
દાહોદમાં (Dahod) પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની બેદરકારી એટલી હદ્દે વધી કે તેનાંથી કંટાળી ભાજપનાં (BJP) કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આરોપ છે કે પાણીની સમસ્યા મુદ્દે અનેક વાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનાં પેટનું પાણી ન હલતા આખરે ભાજપ કાઉન્સિલરે કંટાળીને વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સવાલ થઈ રહ્યા છે જો કાઉન્સિલરની જ રજૂઆતોને ધ્યાને લેવાતી નથી તો પછી સામાન્ય માણસની ફરિયાદ કોણ સાંભળે ?
આ પણ વાંચો - Ahmedabad : વટવા GIDC ફેઝ 1 માં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાનાં ગોટેગોટા
કાઉન્સિલરે અનેક વખત રજૂઆતો કરી પણ ઉકેલ ન આવ્યો!
આરોપ અનુસાર, દાહોદમાં (Dahod) વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. ગોડીરોડ વિસ્તારને કડાણા ડેમમાંથી પાણીનો સપ્લાય મળે છે પરંતુ, અવારનવાર ખામીને લઈને વિસ્તારમાં પાણી રેગ્યુલર ન મળતા લોકોએ કાઉન્સિલરને રજૂઆત કરી હતી. ત્યાર બાદ કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોર દ્વારા આ સંદર્ભે અનેક વખત MGVCL અને પાણી પુરવઠા વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ, તેમની આ રજૂઆતોને સંબંધિત વિભાગનાં અધિકારીઓએ ધ્યાને ન લીધી.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : Surat માં BJP ની કવાયત તેજ, આ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ
વહેલી તકે સમસ્યાનું સમાધાન ન થાય તો આત્મવિલોપનની ચીમકી
આથી કંટાળીને કાઉન્સિલર (BJP councillor) લક્ષ્મણભાઈ રાજગોરે જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠાને આવેદન પાઠવ્યું છે. આ સાથે કાઉન્લિસર લક્ષ્મણભાઈએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું સામાધાન ન કરવામાં આવે તો આત્મવિલોપન કરશે. ત્યારે લોકો વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે જો કાઉન્સિલરની વારંવાર રજૂઆતો બાદ પણ વિભાગનાં અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી તો પછી સામાન્ય માણસની ફરિયાદ કોણ સાંભળે ?
આ પણ વાંચો - Surat: જયેશ રાદડિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, વાંચો શું કહ્યું?


