Dahodના ફતેપુરમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક,સૂતેલા 22થી વધુ લોકોને ભર્યા બચકાં,ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
- દાહોદના ફતેપુરમાં શ્વાને મચાવ્યો આતંક ( Fatepura Dog Attack)
- સૂતેલા 22થી વધુ લોકોને ભર્યા બચકા
- તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફતેપુરાના હોળી ફળીયા વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી. શ્વાને ભર ઊંઘમાં સૂતેલા લોકો પર અચાનક હુમલો કરી દેતા 22થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધનીય છે કે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ના હોળી ફળિયા વિસ્તાર માં ગત રાત્રી ના સમયે ભાર ઊંઘ માં રહેલા લોકો ઉપર હડકાયા શ્વાને એક પછી એક ઉપર હુમલો કરી બચકા ભરી લેતા સમગ્ર પંથક માં હાહાકાર મચી ગયો હતો. શ્વાને એટલી ખરાબ રીતે બચકા ભર્યા હતા કે મહિલાઓ અને પુરુષો ના ચહેરા અને શરીર લોહીલુહાણ થઈ ગયા હતા શ્વાન ના હુમલા માં 22 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઇજાગ્રસ્તોને ઘૂઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ફતેપુરા અને ત્યારબાદ 3 થી 4 લોકો વધારે ગંભીર જણાતા દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.
Fatepura Dog Attack: શ્વાને રાત્રિના સમયે લોકો પર કર્યો હુમલો
રાત્રિ ના સમયે ભર નિદ્રા માણી રહેલા લોકો ઉપર અચાનક હડકાયા કૂતરાએ હુમલો કરી દેતા સમગ્ર વિસ્તાર બૂમાબૂમ અને ચીસાચીસ મચી ગઇ હતી શ્વાન ના હુમલા ને પગલે સમગ્ર પંથક માં હાહાકાર ની સાથે લોકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકો ની માંગ છે કે શ્વાન ને પકડી લેવામાં આવે
Fatepura Dog Attack: દાહોદમાં રખડતા શ્વાનથી લોકો ત્રાહિમામ
સમગ્ર દાહોદ જિલ્લા માં હાલ રખડતા ઢોર અને રખડતા શ્વાન ને પગલે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રખડતા પશુઓ ના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે કેટલાય લોકો ઘાયલ થાય છે જ્યારે શ્વાન પણ બાઇક ચાલકો ની પાછળ દોડે છે તો કેટલાક બાઈકસવારો પડી જાય છે જ્યારે ઘૂઘસ ગામ ની ઘટના થી લોકો માં દહેશત જોવા મળી રહી છે
આ મામલે તંત્ર દ્વારા નક્કર પગલા લઈ રખડતા પશુઓ અને રખડતા શ્વાન ના આતંક થી લોકો નો બચાવ કરે તે અત્યંત જરૂરી બન્યું છે અવારનવાર ની આવી ઘટનાઓ ને પગલે નાના બાળકો અને મહિલાઓ રસ્તા ઉપર નીકળતા પણ ડરી રહ્યા છે.
અહેવાલ: સાબિર ભાભોર ,દાહોદ
આ પણ વાંચો: Surendranagar : કાળી માટીનો કાળો કારોબાર; ખાણ ખનીજ વિભાગે 4 એક્સ્કેવેટર, 14 ડમ્પર જપ્ત


