DAHOD : CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં 17 માં રેંક સાથે ઝળકી સુહાની રોકડિયા
- પરિવારની બંને દિકરીઓ સીએમાં ઝળકી
- સુહાનીએ સફળતા માટે માતા અને પરિજનોનો સપોર્ટ મહત્વનો ગણાવ્યો
- હાલ સુહાની મુંબઇના બોરીવલીમાં રહે છે
DAHOD : તાજેતરમાં સીએ ફાઇનલના પરિણામો (CA FINAL EXAM RESULT) જાહેર થયા છે. જેમાં મૂળ દાહોદ અને હાલ મુંબઇ નિવાસી પરિવારની દિકરી સુહાની રોકડિયા (CA SUHANI ROKADIA) એ ઓલ ઇન્ડિયામાં 17 મો (CA AIR RANK 17) ક્રમાંક મેળવ્યો છે. અને સમાજ અને શહેરનું નામ રોશન કર્યું છે. આ વર્ષ રોકડિયા પરિવાર માટે બમણી ખુશી લઇને આવ્યું છે. તાજેતરમાં મે માસમાં સીએની ઇન્ટર પરીક્ષાનું પરિણામ જાહેર થયુું હતું. જેને સુહાનીની બહેન ઇશિતા રોકડિયાએ સફળતા પૂર્વક પાસ કરી હતી. આમ, દાહોદના પ્રતિષ્ઠિત એ. કે. રોકડિયા પરિવારના સંતાનોએ સીએની એક્ઝામમાં કાઠું કાઢ્યું છે.
સ્વપ્ન પૂરૂ કરવા માટે વિદ્યાર્થી પોતાનું લોહી-પાણી એક કરી નાંખે છે
સીએની પરિક્ષા પાસ કરવી હવે સહેલી નથી રહી. જો કે, પોતાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન પૂરૂ કરવા માટે વિદ્યાર્થી પોતાનું લોહી-પાણી એક કરી નાંખે છે. તાજેતરમાં સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. જે દાહોદ માટે સારા સમાચાર લઇને આવ્યા છે. મૂળ દાહોદના અને હાલમાં મુંબઇના બોરીવલીના નિવાસી વિનય રોકડિયા અને નિધિ રોકડિયાની પુત્રી સુહાની રોકડિયાએ ઓલ ઇન્ડિયામાં 17 મો ક્રમાંક મેળવ્યો છે.
માતા તથા પરિવારજનોનું મહત્વનું યોગદાન રહ્યું
સુહાની રોકડિયા દાહોદના જૈન સમાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એ. કે. રોકડિયાની પૌત્રી છે. સુહાનીએ પોતાની સમર્પિતતા, નિષ્ઠા અને સખત મહેનતથી આ સિદ્ધી હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવવામાં તે પોતાની માતા નિધિ રોકડિયા તથા પરિવારજનોનું મહત્વનું યોગદાન રહ્યું હોવાનું માને છે. તેમના તરફથી સુહાનીને સતત પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય અને વ્યવસાયિક ક્ષેત્રમાં યોગદાન કરવા તત્પર
સુહાની રોકડિયા હાલ પરિવાર સાથે મુંબઇના બોરીવલીમાં રહે છે. અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય અને વ્યવસાયિક ક્ષેત્રમાં યોગદાન આપવા માટેની તેણીએ તત્પરતા દર્શાવી છે.
આ પણ વાંચો --- Ahmedabad New Passport Center: અમદાવાદમાં આજથી શરૂ થશે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર


