Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત
- Daman ના કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકીઓ તણાઈ
- એક બાળકી નાળામાં ફસાઈ ડૂબી જતા મોત, બીજી બાળકીને સ્થાનિક લોકો, ફાયરની ટીમે બચાવી
- બંને બાળકી નાળા તણાતી દેખાઈ હતી, લોકોએ બુમાબુમ કરી હતી
- બંને બાળકીની ઉંમર 8 થી 10 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક માહિતી
Daman : કેવળી ફળિયામાં ગોઝારી ઘટના બની છે. મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી નાળામાં તણાઈ જતા એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જો કે, બીજી બાળકીને સ્થાનિક લોકો અને ફાયરની ટીમે બચાવી લીધી છે. બંને બાળકી મોટા નાળા પાસે રમી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. બંને બાળકીની ઉંમર 8 થી 10 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ
કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકીઓ તણાઈ
સમગ્ર રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ત્યારે દમણમાં (Daman) પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ધોધમાર વરસાદને પગલે નદી, નાળા અને તળાવ નવા નીરથી છલકાઈ ગયા છે. દરમિયાન, કેવળી ફળિયા વિસ્તારમાં આજે ગોઝારી ઘટના બની છે. માહિતી અનુસાર, મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકીઓ અચાનક નાળામાં તણાઈ હતી. બાળકીઓ નાળામાં તણાઈ જતાં ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી અને ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો - Gujarat High Court : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ અંગે HC નું મહત્ત્વનું અવલોકન
એક બાળકી નાળામાં વચ્ચે ફસાઈ જતાં ડૂબી, એકનો બચાવ
દરમિયાન એક બાળકી નાળામાં વચ્ચે ફસાઈ જતાં ડૂબી હતી, જેનાં કારણે તેનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી બાળકીને બચાવી લેવામાં સ્થાનિકો અને ફાયરની ટીમને (Daman Fire Department) સફળતા મળી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બંને બાળકીની ઉંમર 8 થી 10 વર્ષ વચ્ચે છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!


