Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : રીંગ રોડ પર નબીરાઓની નફ્ફટાઇ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી 

અહેવાલ---ઉદય જાદવ, સુરત સુરત(Surat)માં યુવાનો દ્વારા જાહેર રોડ પર જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોરવ્હીલ પર કેક કાપી તેમજ રોડ પર ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ (Viral video) થયો હતો. આ વીડિયો વાયરલ થતા કામરેજ પોલીસે ૮...
સુરત   રીંગ રોડ પર નબીરાઓની નફ્ફટાઇ  જાહેરમાં જન્મદિવસની ઉજવણી 
Advertisement
અહેવાલ---ઉદય જાદવ, સુરત
સુરત(Surat)માં યુવાનો દ્વારા જાહેર રોડ પર જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોરવ્હીલ પર કેક કાપી તેમજ રોડ પર ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ (Viral video) થયો હતો. આ વીડિયો વાયરલ થતા કામરેજ પોલીસે ૮ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જાહેરમાં જન્મદિવસની ઉજવણી
આજકાલ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં નબીરાઓને રસ્તો બ્લોક કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી છે. સુરતમાં ખડસદગામની સીમમાંથી પસાર થતા અને નવા બનેલા રીંગરોડ પર ચિરાગ માંડાણી તથા તેના મિત્રોએ રસ્તો બ્લોક કરી ગાડીઓ રસ્તામાં લોકોને અડચણ રૂપ મૂકી તેમજ જાહેર માર્ગની વચ્ચે ફટકડા ફોડી તેમજ અન્ય લોકોની જિંદગી ભયમાં મુકાઈ તેમ આતિશબાજી કરી હતી. આ વીડિયો વાયરલ થતા કામરેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ૮ લોકોની ધરપકડ કરી છે.

8ની ધરપકડ
આ ઘટનામાં કામરેજ પોલીસે ચીરાગ કાંતિભાઈ માડાણી, મિતેશ પરેશભાઈ પરમાર, અનીલ અમરૂભાઈ વાળા, શૈલેશભાઈ ભારુભાઈ ડાભી, મનીષ જયસુખભાઈ રાખોલિયા, ઋત્વિક રમેશભાઈ મેર, અંકિતભાઈ જયસુખભાઈ ભુવા, અજય ધરમશીભાઈ ભાલીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સંતોષ સોહલા અને જયદીપ મકવાણા નામના બે લોકોને પકડવાના હજુ બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
arrest
ગાડીઓ પર કેક કાપી
કામરેજ પી.આઈ. આર.બી.ભટોળેએ જણાવ્યું હતું કે ખડસદગામની સીમમાંથી પસાર થતા અને નવા બનેલા રીંગરોડ પર ચિરાગ માંડાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેના મિત્રોએ જાહેરમાં ગાડીઓ પર કેક ગોઠવી તેમજ લોકોની જીદગી જોખમમાં મુકાઈ તે રીતે ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ૮ લોકોની અટકાયત કરી છે. હજુ ૨ લોકો અને ગાડી કબજે લેવાની બાકી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.

×