Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીવલેણ પાર્સલ! મહિલાએ ઓનલાઇન વસ્તુ મંગાવી અને બોક્સમાંથી નીકળ્યો મૃતદેહ

આંધ્રપ્રદેશની રહેવાસી એક મહિલાને ઇલેક્ટ્રોનિક આઇટમના પાર્સલમાં ડેડબોડી મળી છે. આ મામલે માહિતી મળ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ દોડતી થઇ છે.
જીવલેણ પાર્સલ  મહિલાએ ઓનલાઇન વસ્તુ મંગાવી અને બોક્સમાંથી નીકળ્યો મૃતદેહ
Advertisement
  • મહિલાએ ઓનલાઇન ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ મંગાવી હતી
  • મહિલાના ઘરે આવેલા પાર્સલમાંથી મળી આવ્યો મૃતદેહ
  • મહિલાને ડેડ બોડી સાથે ખંડણી માંગતો પત્ર પણ મળી આવ્યો

હૈદરાબાદ : ઓનલાઇન વેબસાઇટ દ્વારા ઇલેક્ટ્રોનિક આઇટમ મંગાવવું એક મહિલાને ભારે પડ્યું છે. ઓનલાઇન શોપિંગમાં ડિલીવરી બોક્સમાં સાબુથી માંડીને ઇંટ મળવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જો કે હવે ડિલીવરીનો એવો મામલો સામે આવ્યો છે, જેમાં ન માત્ર સામાન મંગાવનારી મહિલાના હોશ ઉડી ગયા પરંતુ મામલે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આવા પાર્સલને જીવલેણ ગણાવી રહ્યા છે.

ડિલીવરી બોક્સમાં મળી ડેડબોડી

મળતી માહિતી અનુસાર મામલો આંધ્ર પ્રદેશનાં વેસ્ટ ગોદાવરી જિલ્લામાં ઉંડી મંડલના યેંદાગાંડી ગામનો છે. અહીં એક મહિલાએ સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક આઇટમ મંગાવી હતી જો કે તેણે પાર્સલને ખોલ્યું તો અંદર એક વ્યક્તિનો મૃતદેહ હતો. જેને જોઇને તે આશ્ચર્યથી ચોંકી ઉઠી હતી. હાલ આ મામલે માહિતી પોલીસને આપવામાં આવી ત્યાર બાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.

Advertisement

આ પણ વાંચો : Penny Stock: 3 રૂપિયાનો આ શેર આજે 1.90 લાખ રૂપિયાનો છે

Advertisement

શું છે સમગ્ર મામલો

યેદાગાંડી ગામમાં રહેતી નાગા તુલસીએ ક્ષત્રીય સેવા સમિતીમાં આર્થિક મદદ માટે અરજી કરી હતી. ત્યાર બાદ સમિતીએ મહિલાને ટાઇલ્સ મોકલી આપી હતી. ત્યાર બાદ તુલસીએ કંસ્ટ્રક્શનમાં મદદ માટે સમિતીને ફરી એકવા અરજી કરી હતી. જેમાં ઇલેક્ટ્રિસિટી એપ્લાયન્સીસ મોકલવાની માહિતી આપવામાં આવી. મહિલાને વ્હોટ્સએપ પર જણાવાયું કે, સમિતી દ્વારા લાઇટ્સ, પંખા અને સ્વિચ વગેરે ઇલેક્ટ્રોનિક આઇટમ પાર્સલમાં મોકલવામાં આવી છે.

પાર્સલ જોઇને મહિલા ચોંકી ગઇ

મહિલાએ જણાવ્યું કે, ગુરૂવારે રાત્રે એક વ્યક્તિ તેને બોક્સની ડિલીવરી આપી ગયો હતો. પાર્સલ છોડીને તે જતો રહ્યો હતો. તુલસીએ થોડા સમય બાદ પાર્સલ ખોલ્યું તો તેમાં ડેડબોડી નિકળી હતી. ત્યાર બાદ સમગ્ર પરિવાર ડરી ગયો હતો. આ અંગે માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડ્યું હતું. સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો : સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી, ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી

પાર્સલમાં નાણાની માંગ કરતો પત્ર મળ્યો

તપાસ દરમિયાન પોલીસને પાર્સલની અંદર એક પત્ર પણ મળ્યો હતો. જેમાં 1.30 કરોડ રૂપિયા આપવાની ડિમાન્ડ લખેલી હતી. સાથે જ ધમકી અપાઇ હતી કે, જો પરિવાર પૈસા નહીં આપે તો ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયા રહે. પોલીસ તે વ્યક્તિની શોધખોળ કરી રહી છે. જેણે પાર્સલ ડિલીવર કર્યું હતું. બીજી તરફ ક્ષત્રીય સેવા સમિતીના પ્રતિનિધિઓને પણ સમન મોકલવામાં આવ્યું છે. પોલીસના અનુસાર ડેડબોડી 45 વર્ષના વ્યક્તિનું છે. આ વ્યક્તિનું મોત આશરે 4-5 દિવસ પહેલા થયું હતું.

આ પણ વાંચો : Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી

Tags :
Advertisement

.

×