Ayodhya માં આ વર્ષે 26 લાખ દીવાઓ પ્રગટાવીને ઉજવાશે દીપોત્સવ, ફરી એકવાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનશે!
- Ayodhya માં આ વર્ષે 26 લાખ દીવાઓ પ્રગટાવીને દિવાળીની કરાશે ઉજવણી
- આ વર્ષે પણ નવો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે
- આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે
રામનગરી અયોધ્યામાં આ વર્ષે પણ દીપોત્સવમાં ફરી એકવાર ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. 19 ઓક્ટોબર, 2025ના રોજ, સરયુ નદીના કિનારે 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. રામ મંદિરના નિર્માણ બાદ આ બીજો દીપોત્સવ હશે, જે ભવ્યતા અને આધ્યાત્મિક દિવ્યતા સાથે ઉજવાશે. આ કાર્યક્રમ દેશ-વિદેશના ભક્તોને મંત્રમુગ્ધ કરશે અને અયોધ્યાના સાંસ્કૃતિક વારસાને વિશ્વ મંચ પર રજૂ કરશે.
Ayodhya માં આ વર્ષે 26 લાખ દીવાઓ પ્રગટાવાશે
નોંધનીય છે કે ગયા વર્ષે અયોધ્યામાં 25 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ વખતે સતત આઠમો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગે સરયુ નદીના રામની પૈડી અને અન્ય ઘાટો પર 26 લાખથી વધુ દીવાઓની શ્રેણી સજાવવાનું આયોજન કર્યું છે. આ દીવાઓનું અલૌકિક દૃશ્ય અયોધ્યાને પ્રકાશમય બનાવશે અને ભક્તોને આધ્યાત્મિક અનુભવ આપશે. આ કાર્યક્રમમાં 1,100થી વધુ સંતો, ધાર્મિક નેતાઓ અને નાગરિકો સરયુ નદીના કિનારે સૌથી મોટી આરતીમાં ભાગ લેશે, જે ભવ્યતાનો અનોખો સંગમ હશે.
Ayodhya માં આ વર્ષે પણ ગિનિશ વર્લ્ડ રેર્કોડ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ આ કાર્યક્રમમાં હાજર રહેશે, જે દીવાઓની ગણતરી અને ચકાસણી કરશે. આ પ્રક્રિયા પારદર્શક અને ટેકનિકલ રીતે ચોકસાઈથી પૂર્ણ થશે. પર્યટન વિભાગ, અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર અને ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના સંકલનથી આ ભવ્ય આયોજન સફળ બનશે. ગિનિસ રેકોર્ડની પુષ્ટિ બાદ મુખ્યમંત્રીને પ્રમાણપત્ર સોંપવામાં આવશે.
આ દીપોત્સવ રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યાની વધતી જતી વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરશે. છેલ્લા સાત વર્ષથી અયોધ્યા દીપોત્સવ ગિનિસ રેકોર્ડ બનાવી રહ્યું છે, જે રામનગરીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિનું પ્રતીક છે. આ વખતે પણ હજારો સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ અયોધ્યાના પર્યટન અને સાંસ્કૃતિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો: સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ : વિપક્ષના રેડ્ડીને હરાવ્યા, NDAની મોટી જીત


