Deesa : અપક્ષ કોર્પોરેટરના પુત્રએ ખંડણી માંગી કે કોન્ટ્રાક્ટરે રચ્યું ષડયંત્ર? પોલીસ આપશે જવાબ
- Deesa ના અપક્ષ કોર્પોરેટરના પુત્રનો ખંડણી માગવાને લઈ વિવાદ
- ધવલ કેલાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- AI જનરેટ ક્લિપ બનાવી હોવાનું ધવલ કેલાનું રટણ
- મેં ખંડણી માગી હોય તો ફરિયાદ કરી શકે છે કોન્ટ્રાક્ટર : ધવલ કેલા
- પાલિકાના કર્મચારી અને ધવલ કેલાનો ઓડિયો વાયરલ થયો હતો
- કોર્પોરેટરના પુત્રનો 20 લાખની ખંડણી માગતો ઓડિયો વાયરલ
ડીસા : ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર રમેશ કેલાના પુત્ર ધવલ કેલાના અવાજમાં ખંડણી માંગવાનો કેસ સામે આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ડીસા નગરપાલિકાના ( Deesa ) અપક્ષ કોર્પોરેટર રમેશભાઈ કેલાના પુત્ર ધવલ કેલા પર કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઓડિયો ક્લિપમાં ધવલનો અવાજ જેવો અવાજ સાંભળાઇ રહ્યો છે, જેમાં તેઓ કોન્ટ્રાક્ટર પાસે 20 લાખ આપવાની માંગણી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પરંતુ ધવલ કેલાના જણાવ્યા અનુસાર, તેમના અવાજમાં જ ખંડણી માંગવામાં આવી છે, તેથી આ ઓડિયો ક્લિપ એઆઈ દ્વારા બનાવવામાં આવી હોઈ શકે છે.
આ બાબતે હવે ધવલ કેલાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધવલ કેલાએ પોતાની સફાઈ આપતા જણાવ્યું છે કે, આ ક્લિપ એઆઈ દ્વારા બનાવીને મને બદનામ કરવા સહિત મને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જો મેં કોન્ટ્રાક્ટર પાસે પૈસા માંગ્યા હોય તો તેઓ મારા ઉપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.
Deesa l: કોર્પોરેટરના પુત્રનો 20 લાખની ખંડણી માગતો ઓડિયો વાયરલ
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ અપલોડ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ક્લિપમાં ધવલ કેલા અને નગરપાલિકાના એક કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં ધવલ કથિત રીતે 20 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાનું સંભરાઇ રહ્યું છે.
આ બાબતે ધવલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, આ મારો અવાજ જેવો જ અવાજ સેટ કરીને એઆઈ જનરેટ ક્લિપ બનાવવામાં આવી છે. આ અંગે હવે ડીસા દક્ષિણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઓડિયો વાયરલ થતાં જ ધવલ કેલાએ તરત પોલીસ સ્ટેશનના પહોંચ્યો હતો. તેમણે ફરિયાદમાં કહ્યું કે, "આ મારો અવાજ નથી! કોઈને મારા વિરુદ્ધ લડવા માટે AIનો ઉપયોગ કરીને આ ક્લિપ બનાવવામાં આવી છે. અવાજને સેટ કરીને ડીપફેક જેવું કંઈક બનાવ્યું છે." ધવલે વધુમાં કહ્યું, "મેં જો કોઈ કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી હોય તો તે મારી ઉપર ફરિયાદ કરી શકે છે. પણ આ તો સ્પષ્ટપણે બનાવેલી વાત છે.
Deesa ના અપક્ષ કોર્પોરેટરના પુત્રનો ખંડણી માગવાને લઈ વિવાદ
ધવલ કેલાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
AI જનરેટ ક્લિપ બનાવી હોવાનું ધવલ કેલાનું રટણ
મેં ખંડણી માગી હોય તો ફરિયાદ કરી શકે છે કોન્ટ્રાક્ટર : ધવલ કેલા#Gujarat #Banaskantha #Deesa #ViralAudio #DhavalKela… pic.twitter.com/OCQGHc8DQs— Gujarat First (@GujaratFirst) October 5, 2025
આ કેસમાં ડીસા દક્ષિણ પોલીસને વધારે મહેનત કરવી પડી શકે છે. એક તરફ એઆઈનો જમાનો હોવાથી ધવલની વાતનું ઈન્કાર પણ કરી શકાય તેમ નથી, તો બીજી તરફ કોઈ વ્યક્તિ આવી ક્લિપ શું કરવા વાયરલ કરશે? તે પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આમ કોન્ટ્રાક્ટર અને અપક્ષ કોર્પોરેટરના પુત્ર વચ્ચેની લડાઈમાં પોલીસે વધારે સાવચેતીપૂર્વક કામ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું રહેશે.
આ ક્લિપ કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે? કોન્ટ્રાક્ટર કોણ છે? વગેરે જેવા પ્રશ્નોના જવાબ મળવાની સાથે જ કેસનો ઉકેલ આવી શકે છે. આ અંગે હજું કોન્ટ્રાક્ટરની ઓળખ વિશે ગુજરાત ફર્સ્ટ પાસે માહિતી પહોંચી નથી. તેથી પોલીસની આગળની કાર્યવાહીમાં ખ્યાલ આવશે કે ખરેખર ધવલે પૈસા માંગ્યા હતા કે કોન્ટ્રાક્ટરે તેના સામે ષડયંત્ર રચ્યું હતું?
આ પણ વાંચો- Ahmedabad Fire : વૃંદાવન હોસ્પિટલમાં ભીષણ આગ, 8 બાળકોનું રેસ્ક્યુ!


