ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર

Deesa SDM : વર્ષ 2024નો હચમચાવી દેનારા રાજકોટ TRP Game Zone અગ્નિકાંડ બાદ ઉત્તર ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગે ચકચાર મચાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa Banskantha) માં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા બાદ નબળું બાંધકામ તૂટી પડતા 18...
04:22 PM Apr 01, 2025 IST | Bankim Patel
Deesa SDM : વર્ષ 2024નો હચમચાવી દેનારા રાજકોટ TRP Game Zone અગ્નિકાંડ બાદ ઉત્તર ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગે ચકચાર મચાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa Banskantha) માં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા બાદ નબળું બાંધકામ તૂટી પડતા 18...

Deesa SDM : વર્ષ 2024નો હચમચાવી દેનારા રાજકોટ TRP Game Zone અગ્નિકાંડ બાદ ઉત્તર ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગે ચકચાર મચાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa Banskantha) માં ફટાકડા ફેક્ટરીમાં ધડાકા બાદ નબળું બાંધકામ તૂટી પડતા 18 નિર્દોષ લોકોના મોત થયા છે. કરૂણ તેમજ તંત્રની ગંભીર બેદરકારીના કારણે બનેલી ઘટનાએ ગુજરાત સરકાર (Gujarat Government) ને દોડતી કરી દીધી છે. સરકારને ઉંઘમાંથી જગાડી દેનારી ઘટના પાછળ Deesa SDM નેહા પંચાલ (Neha Panchal) જવાબદાર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હાલ તો SDM Neha Panchal મીડીયા સમક્ષ ફટાકડા ફેક્ટરીના ફરાર થઈ ગયેલા માલિક પર આરોપ પર આરોપ લગાવી ખુદનો બચાવ શોધી રહ્યાં છે.

વર્ષ 2021થી ધમધમતી હતી ફટાકડા ફેક્ટરી

ડીસા રેલવે સ્ટેશનથી ઢુવા રોડ તરફ જવાના રોડ પર દીપકકુમાર ખુબચંદ મોહનાણી વર્ષ 2021થી દીપક ટ્રેડર્સ નામથી ફટાકડા ફેક્ટરી (Fireworks Factory) નો કાયમી પરવાનો ધરાવે છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન (Deesa Rural Police Station) ની હદમાં આવેલી ફટાકડા ફેક્ટરી કમ ગોડાઉન વર્ષ 2021થી ગેરકાયદેસર રીતે ધમધમતું હોવાનું સામે આવ્યું છે. તંત્રની કૃપાથી ધમધમતી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગના કારણે નબળું બાંધકામ જમીનદોસ્ત થઈ જતા 18 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે.

સ્થાનિક પોલીસે 5 લોકોને હૉસ્પિટલમાં ખસેડ્યા

ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં ડીસા રૂરલ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહેલાં સ્થળ પર પહોંચેલી સ્થાનિક પોલીસે પાંચ ઘાયલ લોકોને તુરંત સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી રાહત કામગીરી શરૂ કરાવી હતી.

આ પણ  વાંચો -ATS-DRI Raid : દાણચોરીનું સોનું મળ્યું ત્યારે આરોપી મહેન્દ્ર શાહે કહ્યું, સાહેબ આપણા જ છે

પોલીસે નકારાત્મક અભિપ્રાય આપ્યો

ડિસેમ્બર -2024ના અંતમાં દીપક ટ્રેડર્સ (Deepak Traders) નો કાયમી ફટાકડા પરવાનો રિન્યુ કરાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી (Banaskantha Collector Office) માં અરજી થઈ હતી. આ અરજી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અભિપ્રાય અર્થે આવી હતી. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે નકારાત્મક અભિપ્રાય સાથે આ અરજી SDPO Deesa ને મોકલી આપી હતી. જેથી ડીસા એસડીપીઓ પણ ફટાકડા પરવાનો રિન્યુ નહીં કરી આપવા અભિપ્રાય આપ્યો હતો.

આ પણ  વાંચો -Fire Explosion: ડીસાનો ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ, હોમાઈ ગઈ 18 નિર્દોષ જિંદગીઓ, મુખ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ

કેમ નકારાત્મક અભિપ્રાય અપાયો

Deesa SDM એટલે કે, પ્રાંત અધિકારી ડીસા નેહા પંચાલની કચેરી ખાતેથી અભિપ્રાય માટે દીપક મોહનાણીની અરજી પોલીસ પાસે આવી હતી. પોલીસે અભિપ્રાય આપતા પહેલાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં અરજદાર દીપકકુમાર ખુબચંદ મોહનાણી (Deepak Khubchand Mohnani) એ ફાયર એનઓસી (Fire NOC) તેમજ વિદ્યુત બોર્ડના પ્રમાણપત્ર રજૂ કર્યા ન હતા. આ ઉપરાંત પરવાનાવાળી જગ્યાનો રજૂ કરાયેલો નકશો જે-તે સ્થળ સાથે સુસંગત જણાઈ આવ્યો ન હતો. આ કારણોસર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન અને SDPO Deesa એ નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

Deesa SDM એ કેમ ફેક્ટરી સીલ ના કરી ?

અનેક લોકોના મોત માટે જવાબદાર અધિકારીની વાત કરીએ તો, પ્રાથમિક દ્રષ્ટીએ ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ (Neha Panchal Deesa SDM) આવે છે. પોલીસનો નકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ નેહા પંચાલે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીને સીલ કેમ ના માર્યું ? કાયમી ફટાકડા પરવાનો ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો તો આટલા સમય સુધી ફેક્ટરી કેવી રીતે ધમધમી રહી હતી ? આવો તો અનેક સવાલો છે. મીડિયા ટીમને ઈન્ટરવ્યુ આપતી વખતે નેહાબહેને દોષનો આખે આખો ટોપલો ફટાકડા ફેક્ટરીના માલિક પર ઢોળી દીધો છે. બાકી વાત રહી જવાબદારીની તેમાંથી SDM Neha Panchal હાથ ખંખેરી રહ્યાં છે. ઘટના સ્થળ પર અગાઉ ફટાકડા ગોડાઉનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ અહીં ફટાકડા બની રહ્યાં હોવાની માહિતી સામે આવી હોવાનું પ્રાંત અધિકારી નેહા પંચાલે જણાવ્યું છે.

Tags :
Banaskantha Collector OfficeBankim PatelDeepak Khubchand MohnaniDeepak TradersDeesa BanskanthaDeesa Rural Police StationFire NOCFireworks FactoryGujarat FirstGujarat GovernmentNeha Panchal Deesa SDMSDM Neha PanchalSDPO DeesaTRP Game Zone
Next Article