Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રક્ષામંત્રી Rajnath Singh નું કચ્છ પ્રવાસ : ભુજમાં સેના કાર્યક્રમ, શસ્ત્ર પૂજા અને સાંસ્કૃતિક અનુષ્ઠાનમાં હાજરી, ચુસ્ત બંદોબસ્ત

Rajnath Singh કચ્છમાં : શસ્ત્ર પૂજા અને સેના કાર્યક્રમમાં હાજરી, ચુસ્ત બંદોબસ્ત
રક્ષામંત્રી rajnath singh નું કચ્છ પ્રવાસ   ભુજમાં સેના કાર્યક્રમ  શસ્ત્ર પૂજા અને સાંસ્કૃતિક અનુષ્ઠાનમાં હાજરી  ચુસ્ત બંદોબસ્ત
Advertisement
  • Rajnath Singh કચ્છમાં : શસ્ત્ર પૂજા અને સેના કાર્યક્રમમાં હાજરી, ચુસ્ત બંદોબસ્ત
  • ગાંધી જયંતીએ કચ્છ પ્રવાસ : રક્ષામંત્રી લાખી નાળામાં શસ્ત્ર પૂજા કરશે
  • ભુજમાં મલ્ટી-એજન્સી એક્સર્સાઈઝ : રાજનાથ સિંહની મુલાકાતથી સરહદી વિસ્તારમાં ઉત્સાહ
  • કચ્છના જવાનો માટે પ્રોત્સાહન : રાજનાથ સિંહનું બીજું પ્રવાસ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી
  • ઓપરેશન સિંદૂર પછી ફરી કચ્છ : રાજનાથ સિંહની મુલાકાતથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત

ભુજ : કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ( Rajnath Singh ) આવતીકાલે 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના પાવન અવસરે કચ્છ જિલ્લાની મુલાકાતે આવશે. આ મુલાકાત ભારતીય સેનાના મહત્વના કાર્યક્રમો અને શસ્ત્ર પૂજા સાથે જોડાયેલી છે, જેમાં રક્ષામંત્રીની હાજરી જવાનો માટે પ્રોત્સાહનરૂપ બનશે. રાજનાથ સિંહના આગમનને લઈને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં સરહદી વિસ્તારની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

Advertisement

રક્ષામંત્રી 2 ઓક્ટોબરે સવારે 9:15 વાગ્યે લાખી નાળા ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દુર્ગાપૂજા અને ગાંધી જયંતીના અવસરે યોજાશે, જેમાં સેનાના જવાનો અને અધિકારીઓની ભાગીદારી રહેશે. સાંજે 7:30 વાગ્યે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, 1 ઓક્ટોબરે ભુજ મિલિટરી સ્ટેશન અને લાખી નાળા મિલિટરી ગારીસન ખાતે મલ્ટી-એજન્સી કેપેબિલિટી એક્સર્સાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ ભાગ લેશે. આ કાર્યક્રમો હેડક્વાર્ટર્સ સાઉથર્ન કમાન્ડના માર્ગદર્શન હેઠળ યોજાશે.

Advertisement

આ પણ વાંચો- સુરતમાં હજીરા Murder case ઉકેલાયો : આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ, 100 રૂપિયા માટે થઈ હત્યા

કેમ આવી રહ્યાં છે રક્ષામંત્રી Rajnath Singh ?

આ મુલાકાત ઓપરેશન સિંદૂરની સફળતા પછી કચ્છના સરહદી વિસ્તારમાં સેનાની ગતિવિધિઓને તેજ કરવા માટે મહત્વપૂર્ણ છે. માત્ર પાંચ મહિનામાં રાજનાથ સિંહની બીજી મુલાકાત તંત્રને સજાગ કરી દીધું છે. કચ્છના ક્રીક વિસ્તાર જે પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે આ પ્રવાસ રણનીતિક મહત્વ ધરાવે છે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજનાથ સિંહના આગમનને કારણે ભુજ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પરિબળોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુલાકાતથી કચ્છના જવાનોમાં ઉત્સાહ વધ્યો છે અને સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો- Amreli : ધારી પંથકમાં વરસાદ અને પવનના કારણે કપાસ-મગફળીના પાકને મોટું નુકસાન : ખેડૂતો હતાશ, સરકાર પાસે સહાયની માંગ

Tags :
Advertisement

.

×