Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટેક્નિકલ ખામી જણાતા જ AIR INDIA નું વિમાન રોકી દેવાયું, 155 કિમીની ઝડપે પાયલોટે બ્રેક મારી

AIR INDIA : દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2403 રનવે પર દોડી રહી હતી. ત્યારબાદ પાઇલટને ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાઇ
ટેક્નિકલ ખામી જણાતા જ air india નું વિમાન રોકી દેવાયું  155 કિમીની ઝડપે પાયલોટે બ્રેક મારી
Advertisement
  • દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ ટેકઓફ થાય તે પહેલા જ રોકી દેવામાં આવી
  • ટેક્નિકલ ખામી પહેલાથી જ મળી આવતા પ્લેન તુરંત અટકાવી દેવાયું
  • મુસાફરો માટે એર ઇન્ડિયા દ્વારા જરૂરી સુવિધાઓ કરવામાં આવી

AIR INDIA : સોમવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (INDIRA GANDHI INTERNATIONAL AIRPORT) પર રનવે પર દોડતી એક ફ્લાઇટમાં (FLIGHT ON RUNWAY) ટેકનિકલ ખામી સર્જાતા હોબાળો મચી ગયો હતો. પાયલોટે બહાદુરી અને સમજદારીપૂર્વક વિમાનને રોકી દીધું હતું,આ વિમાન લગભગ ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી રહ્યું હતું. વિમાન રોકાઇ જતા તેમાં બેઠેલા મુસાફરો અને એરપોર્ટ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉડાન ભર્યાના થોડીક સેકન્ડમાં જ પાયલટને ટેકનિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. આ પછી પાયલોટે ઉડાન ભરતા પહેલા જ વિમાનને રોકી દીધું હતું. બાદમાં એરપોર્ટ પર તપાસ કર્યા પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ 2403 ને રદ કરવામાં આવી હતી.

ટેકનિકલ ખામીને કારણે બ્રેક લગાવવામાં આવી

સોમવારે દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયા (AIR INDIA) ની ફ્લાઇટ AI2403 રનવે પર દોડી રહી હતી. ત્યારબાદ પાઇલટને ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાઇ, જેથી , પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને 155 કિમીની ઝડપે દોડતી ફ્લાઇટને રોકી દીધી હતી. સૂત્રોએ જાણાવ્યું કે, પાઇલટે જોખમ ટાળવા માટે આ પગલું ભર્યું હતું. એર ઇન્ડિયાએ આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે, ઉડાન ભરતા પહેલા જ ટેકનિકલ ખામી શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ પાઇલટ અને કોકપીટ ક્રૂએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને ટેકઓફ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

બધા મુસાફરો સુરક્ષિત છે

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં 160 મુસાફરો સવાર હતા. ફ્લાઇટ રોકી દેવાયા પછી બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. બાદમાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા તમામને એરપોર્ટના એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે મુસાફરો થોડા સમય માટે ડરી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હવે બધાની હાલત સ્થિર છે.

Advertisement

આ પણ વાંચો ---- VICE PRESIDENT OF INDIA જગદીપ ધનખડનું રાજીનામું

Tags :
Advertisement

.

×