દિલ્હી એરપોર્ટ પર 138 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરાઇ
- દેશની વર્તમાન પરિસ્થિતીઓની અસર હવાઇ મુસાફરી પર પડી રહી છે
- દિલ્હી એરપોર્ટ પર સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને ફ્લાઇટ અસરગ્રસ્ત
- એરપોર્ટ પર સિક્યોરીટી વધારી દેવામાં આવી
DELHI AIRPORT : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને શુક્રવારે દિલ્હી એરપોર્ટ (DALHI AIRPORT) પર 138 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે વિવિધ એરલાઇન્સે દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 138 ફ્લાઇટ્સ રદ કરી છે. સાથે જ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
Passenger Advisory issued at 16:32 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/8v3eJ06IZy
— Delhi Airport (@DelhiAirport) May 10, 2025
ઉડાણ અને આગમન બંને પર અસર
પીટીઆઈ અનુસાર, ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ ભાગોમાં લગભગ 27 એરપોર્ટ બંધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 5 થી બપોરે 2 વાગ્યા દરમિયાન કુલ 66 સ્થાનિક અને 63 આવનારી ફ્લાઇટ્સ, પાંચ આંતરરાષ્ટ્રીય ઉડાણ અને ચારનુ દિલ્હી એરપોર્ટ પર આગમન રદ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ ઓથોરીટી દ્વારા સહકાર મંગાયો
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ એક પોસ્ટમાં લખ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર કામગીરી સામાન્ય ચાલી રહી છે. જોકે, બદલાતી પરિસ્થિતિઓ અને સુરક્ષા પગલાં કેટલીક ફ્લાઇટ્સના સમયને અસર કરી શકે છે. DIAL એ મુસાફરોને સુરક્ષા ચેકપોઇન્ટ પર વધારાના સમય માટે તૈયાર રહેવા અને સરળ પ્રક્રિયા માટે એરલાઇન અને સુરક્ષા સ્ટાફને સહકાર આપવાની સલાહ પણ આપી છે.
આ પણ વાંચો ---- India-Pakistan War : યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ રેડક્રોસ દ્વારા કરવામાં આવી વિશેષ તૈયારીઓ


