દિલ્હી એરપોર્ટ પર 'ખોટા GPS સિગ્નલ'ના કારણે 7 દિવસ સુધી વિમાન સંચાલન ખોરવાયું! તપાસના અપાયા આદેશ
- Delhi Airport GPS Spoofing: દિલ્હીના ઇન્દિરા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન અને લેન્ડિંગની સમસ્યા
- ખોટા GPS સિગ્નલોના લીધે આ સમસ્યા સર્જાઇ રહી છે
- છેલ્લા સાત દિવસથી GPS સ્પૂફિંગ'થી પાયલટ્સને ખોટા ડેટા મળી રહ્યા છે
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર છેલ્લા એક અઠવાડિયાથી વિમાનની ઉડાન અને લેન્ડિંગમાં ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. દિલ્હીના એરસ્પેસમાં છેલ્લા સાત દિવસથી વિમાનોને 'ખોટા GPS સિગ્નલો' મળી રહ્યા છે, જેને 'GPS સ્પૂફિંગ' કહેવામાં આવે છે. પાયલટ્સને વિમાનના ખોટા સ્થાન અને નેવિગેશન ડેટાની એલર્ટ્સ મળી રહ્યા છે.
Delhi Airport GPS Spoofing: ખોટા GPS સિગ્નલોના લીધે આ સમસ્યા સર્જાઇ રહી છે
નોંધનીય છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હીની આસપાસના લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ છે. આ સમગ્ર મામલાની જાણ ફ્લાઇટ રેગ્યુલેટર 'ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન' (DGCA) ને કરવામાં આવી છે.સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે, જેમાં નેવિગેશન સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને ખોટા (ફેક) GPS સિગ્નલ મોકલવામાં આવે છે. આવા હુમલાઓનો ઉપયોગ ઘણીવાર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં દુશ્મનના ડ્રોન અને વિમાનોને નિશાન બનાવવા અથવા નષ્ટ કરવા માટે થાય છે.
Delhi Airport GPS Spoofing: આ સમસ્યા અંગે પાયલોટે આપી આ માહિતી
પાયલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સ્પૂફિંગના કારણે પાયલટ્સને વિમાનની ખોટી જગ્યા બતાવવામાં આવતી હતી અને સાથે જ જમીન સાથે અથડામણની ખોટી ચેતવણીઓ (Terrain Warnings) પણ મળતી હતી. એક પાયલટે જણાવ્યું કે લેન્ડિંગ વખતે તેમને એવી ચેતવણી મળી કે આગળ અવરોધ છે, જ્યારે વાસ્તવમાં ત્યાં કશું જ નહોતું. આનાથી સ્પષ્ટ થાય છે કે વિમાનને GPS દ્વારા મળતો ડેટા સંપૂર્ણપણે ખોટો હતો. ATC અધિકારીઓએ કહ્યું કે દિલ્હીની આસપાસના આશરે 111 કિલોમીટરના વિસ્તારમાં આવી ગંભીર ઘટનાઓ થવી અસામાન્ય છે, કારણ કે GPSમાં ગડબડી સામાન્ય રીતે સરહદી વિસ્તારોમાં જ જોવા મળે છે.
આ ગંભીર વિક્ષેપોના કારણે ઘણીવાર એર ટ્રાફિક કંટ્રોલર્સને વિમાનોને સુરક્ષિત અંતરે રાખવા માટે પાયલટ્સને હાથથી (મેન્યુઅલી) રસ્તો બતાવવો પડ્યો હતો. આ પ્રક્રિયામાં સમય વધુ લાગવાથી અને કાર્યભાર વધવાથી વ્યસ્ત એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તુરંત પગલાં લીધા અને તપાસના આદેશ આપ્યા છે, આ સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ અને DGCAના વડા વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, જેમાં આ સુરક્ષા સંબંધિત મુદ્દાના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાઇ, મુસાફરોને ભારે હાલાકી!