Delhi Assembly Elections: NCP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- NCP અજિત પવારે પ્રથમ યાદી જાહેર કરી
- અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવાર મેદાને
- ચાંદની ચોકથી ખાલિદ ઉર રહેમાનને ટિકિટ આપી
Delhi Assembly Elections :NCP અજિત પવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections)2025 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલે સંકેત આપ્યા હતા કે NCP દિલ્હી વિધાનસભા ચૂંટણી લડશે. તે તેના માટે NDA સાથે પણ વાત કરશે.
દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠક
તમને જણાવી દઈએ કે તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NCP અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. હાલમાં ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી નથી. મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કુલ 70 વિધાનસભા છે, આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
🚨 #BreakingNews NCP(Ajit Pawar) declares first list for upcoming #DelhiAssemblyElection2025 pic.twitter.com/Y3i7JdMQ9b
— 𝙎𝙥𝙚𝙘𝙩𝙧𝙪𝙢 (@Spectrumglobal_) December 28, 2024
આ પણ વાંચો-દિલ્હીમાં ચૂંટણી પહેલા 'મહિલા સન્માન યોજના' વિવાદમાં, LG એ આપ્યો તપાસનો આદેશ
NCPએ પ્રથમ યાદી જાહેર કરી
પાર્ટીની પ્રથમ યાદીમાં બુરાડીથી રતન ત્યાગી, ચાંદની ચૌકથી ખાલિદ ઉર રહમાન, બલ્લી મારનથી મોહમ્મદ હારૂન અને ઓખલાથી ઇમરાન સૈફીને મેદાનમાં ઉતાર્યા છે. છત્તરપુરથી નરેન્દ્ર તંવર, લક્ષ્મીનગરથી નમહા, ગોકુલપુરીથી જગદીશ ભગત, મંગોલપુરીથી ખેમચંદ, સીમાપુરીથી રાજેશ લોહિયા અને સંગમ વિહારથી કમર અહમદને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ NCPની પ્રથમ યાદીમાં બાદલીથી પાર્ટીના મુલાયમસિંહ કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવને ટક્કર આપશે.
આ પણ વાંચો-Manmohan Singh Funeral : પંચતત્વમાં વિલીન થયા પૂર્વ PM ડૉ મનમોહન સિંહ
આ બેઠકો પર જોરદાર સ્પર્ધા થશે
NCP અજિત પવારે ચાંદની ચોકથી ખાલિદ ઉર રહેમાનને ટિકિટ આપી છે. હાલમાં AAPના પ્રહલાદ સિંહ સાહની અહીંથી ધારાસભ્ય છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. સાહનીની દિલ્હીની રાજનીતિ પર મજબૂત પકડ છે. તે જ સમયે, કોંગ્રેસે ચાંદની ચોકથી મુદિત અગ્રવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે મુદિત પૂર્વ સાંસદ જેપી અગ્રવાલનો પુત્ર છે. આ સિવાય હાલમાં ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.


