Delhi Blast : અફીરા બીબી, ડૉ. શાહીન અને તે... વુમન વિંગ વચ્ચે પાકી રહી હતી ખિચડી, ભારતીય મુસ્લિમો હતા ટાર્ગેટ
- Delhi Blast : અફીરા બીબી-ડૉ. શાહીનનું JeM વુમન વિંગ : પુલવામા માસ્ટરમાઈન્ડની પત્ની સાથે લિંક, મોટી યોજના નિષ્ફળ
- જૈશની મહિલા બ્રિગેડ જમાત-ઉલ-મોમિનાત : ડૉ. શાહીનને ભારતમાં ભરતીની જવાબદારી, અલ-ફલાહમાંથી શસ્ત્રો મળ્યા
- દિલ્હી બ્લાસ્ટનું વુમન વિંગ કનેક્શન : અફીરા બીબીથી શાહીન સુધી, કટ્ટરપંથી મહિલાઓની ભરતીની યોજના
- અલ-ફલાહ ડૉક્ટર શાહીનની ડબલ લાઈફ : UAEમાં 2 વર્ષ, તલાક પછી JeMમાં, 10 મોતના કેસમાં હિરાસત
- પુલવામા માસ્ટરમાઈન્ડની પત્ની અફીરા સાથે ડૉ. શાહીનની લિંક : જૈશની શૂરા પરિષદમાં જોડાઈ, યોજના ફ્લોપ
Delhi Blast : દિલ્હી આતંકી હુમલા અને ફરીદાબાદમાં વિસ્ફોટકોની બરામદગીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના લિંકની તપાસ દરમિયાન એજન્સીઓને મોટો ખુલાસો થયો છે. લખનૌથી ધરપકડ કરાયેલી ડૉ. શાહીન સઈદ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ અને જૈશ કમાન્ડર ઉમર ફારૂકની પત્ની અફીરા બીબીના સંપર્કમાં હતી.
તે ઉપરાંત તેણે ભારતીય મુસ્લિમોને આતંકમાં ભરતી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ભારતીય મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે ભારતમાં શાખા ખોલીને તેમને JeMમાં જોડવાની કામગીરી પણ તેને શરૂ કરવાની પ્લાનિંગ હતી. જોકે, શાહીન સઈદ કટ્ટર મુસ્લિમ મહિલાઓને જ ભરતી કરવાની પ્લાનિંગ સાથે ચાલી રહી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
જૈશના મુખ્યા મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક 2019માં પુલવામા હુમલા પછી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તે હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.
અફીરા બીબીના સંપર્કમાં હતી ડૉ. શાહીન
ઉમરની પત્ની અફીરા બીબી જૈશની નવી રચાયેલી મહિલા બ્રિગેડ જમાત-ઉલ-મોમિનાતનું મુખ્ય ચહેરો છે. દિલ્હી વિસ્ફોટથી કેટલાક અઠવાડિયા પહેલા અફીરા જમાત-ઉલ-મોમિનાતની સલાહકાર પરિષદ શૂરામાં જોડાઈ હતી. સૂત્રો અનુસાર, તે મસૂદ અઝહરની નાની બહેન સાદિયા અઝહર સાથે કામ કરે છે અને બંને ડૉ. શાહીન સઈદના સંપર્કમાં હતી.
કટ્ટરપંથી મહિલાઓની જૈશમાં ભરતીની જવાબદારી
ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં સિનિયર ડૉક્ટર તરીકે કામ કરતી શાહીન સઈદને તેની કારમાંથી અસોલ્ટ રાઈફલ્સ અને અન્ય ગોળા-બારૂદ મળ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે શાહીનને જમાત-ઉલ-મોમિનાતની ભારતીય શાખા ખોલવા અને આતંકી પ્રવૃત્તિઓ માટે કટ્ટરપંથી મહિલાઓની ભરતી કરવાનું કામ સોંપાયું હતું.
Delhi Blast Updates | આતંકીઓએ ધમાકા કરવા
30 લાખ રૂપિયા એકત્ર કર્યા! | Gujarat Firstદિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકી ડૉક્ટર મુજમ્મિલ અને ઉમરની ડાયરી તપાસ એજન્સીઓને મળી છે
આ પણ ખુલાસો થયો છે કે 32 કાર આતંકી હુમલાઓ માટે તૈયાર કરવામાં આવી હતી
લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કરનાર ડૉક્ટર ઉમરનો… pic.twitter.com/Qvo34T3C1l— Gujarat First (@GujaratFirst) November 13, 2025
ઘણી મેડિકલ કોલેજોમાં કામ કરી ચૂકી છે ડૉ. શાહીન
મૂળ લખનૌની રહેવાસી શાહીન સઈદએ અલ-ફલાહમાં જોડાતા પહેલા ઘણી મેડિકલ કોલેજોમાં કામ કર્યું. તપાસ અનુસાર, સપ્ટેમ્બર 2012થી ડિસેમ્બર 2013 સુધી તે કાનપુરની એક મેડિકલ કોલેજમાં ફાર્માકોલોજી વિભાગની વડા હતી. તેના પાસપોર્ટમાંથી મળેલી માહિતી અનુસાર 2016થી 2018 સુધી બે વર્ષ UAEમાં રહી હતી. તેની સાથે કામ કરનારાઓએ જણાવ્યું કે તે અચાનક કામ છોડીને ચાલી જતી હતી.
Delhi Blast : 2012માં થયું હતું ડૉ. શાહીનનું તલાક
શાહીનના લગ્ન ડૉ. હયાત જફર સાથે થયા હતા, પરંતુ 2012માં તલાક થઇ ગયા હતા. તેના બે બાળકો છે, જે ડૉ. જફર સાથે રહે છે. પૂર્વ પતિએ કહ્યું કે અલગ થયા પછી તેની સાથે કોઈ સંપર્ક નથી. શાહીનના પિતાએ કહ્યું કે તેમને નથી લાગતું કે તે આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે.
દિલ્હી બ્લાસ્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નિવેદન
"દિલ્હી ઘટના બાદ વ્યસ્ત હોવાને લીધે મહેસાણા આવી નથી શક્યો"
"આતંકી હુમલામાં મૃતકો માટે સંવેદના અને શ્રદ્ધાંજલિ આપું છું"
"હુમલામાં સંડોવાયેલાને સજા થશે, PMનો સંકલ્પ જરૂર પૂર્ણ થશે"@PMOIndia @HMOIndia @AmitShah… pic.twitter.com/T2SoHzC7DE— Gujarat First (@GujaratFirst) November 13, 2025
દિલ્હી આતંકી હુમલામાં 13 લોકોનાં મોત
ડૉ. શાહીન, મુજમ્મિલ અને ઉમર ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા હતા. શાહીન અને મુજમ્મિલ હિરાસતમાં છે, જ્યારે ઉમરનું મોત સોમવારે લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટમાં થયું, જેમાં 13 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા છે.


