Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Blast: દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની 'ડી-ગેંગ' સામેલ

Delhi Blast: દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની ડી-ગેંગ અંગે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર બ્લાસ્ટ કેસમાં ફરીદાબાદ ટેરર મોડ્યૂલ સાથે તાર જોડાઈ રહ્યાં છે. આ કેસમાં 5 ડૉક્ટરના કનેક્શન અંગે તપાસ થઈ રહી છે જેમની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર ફરીદાબાદ મોડ્યૂલમાં 2900 કિલો IED પકડાયા બાદ એક વોન્ટેડ આતંકીએ આ આત્મઘાતી હુમલો કર્યો હતો.
delhi blast  દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની  ડી ગેંગ  સામેલ
Advertisement
  • Delhi Blast: કાર બ્લાસ્ટ કેસમાં 5 ડોક્ટરના કનેક્શનની તપાસ
  • ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયા કાર વિસ્ફોટના તાર
  • કાર બ્લાસ્ટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગઃ સૂત્ર

Delhi Blast: દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની ડી-ગેંગ અંગે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર બ્લાસ્ટ કેસમાં ફરીદાબાદ ટેરર મોડ્યૂલ સાથે તાર જોડાઈ રહ્યાં છે. આ કેસમાં 5 ડૉક્ટરના કનેક્શન અંગે તપાસ થઈ રહી છે જેમની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર ફરીદાબાદ મોડ્યૂલમાં 2900 કિલો IED પકડાયા બાદ એક વોન્ટેડ આતંકીએ આ આત્મઘાતી હુમલો કર્યો હતો. જોકે એજન્સીઓ દ્વારા જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત, યુપી, હરિયાણામાં તપાસના તાર લંબાવ્યા છે.

સૌથી પહેલા અનંતનાગરમાં ડૉ.આદિલ અહમદની ધરપકડ કરવામાં આવી

બ્લાસ્ટ પહેલાના ઘટનાક્રમમાં સૌથી પહેલા અનંતનાગરમાં ડૉ.આદિલ અહમદની ધરપકડ કરવામાં આવી હતી. તે અનંતનાગ મેડિકલ કોલેજમાં ડૉક્ટર હતો અને તેના લૉકરમાંથી પોલીસને AK-47 રાઇફલ મળી હતી. રઠરનો સંબંધ જેશ-એ-મોહમ્મદ અને અન્સાર ગઝવાત-ઉલ-હિંદ સાથે મળ્યો હતો. બીજી ધરપકડ 7 નવેમ્બરે હરિયાણાના ફરીદાબાદમાંથી થઈ. અહીં અલ-ફલાહ યુનિવર્સિટીમાં જ કાર્યરત લખનઉની એક મહિલા ડૉક્ટર શાહીન શાહિદની કારમાંથી 'કેરોમ કૉક' નામની અસૉલ્ટ રાઇફલ મળી. પોલીસ હજુ તેના આ આખા નેટવર્કમાં શું રોલ હતો તે જાણવાની કોશિશ કરી રહી છે.

Advertisement

Advertisement

હાલમાં તેની ઓળખ અને તસવીર જાહેર કરવામાં આવી નથી. 7 નવેમ્બરે જ ગુજરાત ATSએ અહમદ મોહિયુદ્દીન સૈયદ નામના ડૉક્ટરને પકડ્યો હતો. આ ડૉક્ટર હૈદરાબાદનો રહેવાસી છે અને ચીનમાંથી અભ્યાસ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે તે 'રિસિન' નામના અત્યંત ઝેરી ઝેરની તૈયારી કરી રહ્યો હતો જે અરંડીના બીજોમાંથી બને છે. તેની સાથે પકડાયેલા અન્ય બે આતંકીઓએ દિલ્હીના આઝાદપુર માર્કેટ, અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટ અને લખનઉના RSS કાર્યાલય જેવી ભીડભાડવાળી જગ્યાઓની કેટલાક મહિનાઓ સુધી રેકી કરી હતી. આજ ઓપરેશનમાં 10 નવેમ્બરે ચોથી મહત્વની ધરપકડ પણ ફરીદાબાદમાંથી જ થઈ. અહીં કાશ્મીરના ડૉક્ટર ડૉ. મુઝમિલ શકીલને પકડવામાં આવ્યો હતો. તે પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતા. તેની પાસેથી 360 કિલો અમોનિયમ નાઇટ્રેટ મળ્યું, જે બોમ્બ બનાવવામાં વપરાય છે. પછી મુઝમિલના જ બીજા ઠીકાણેથી 2563 કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યું હતું.

આતંકી હથિયાર અને ઝેરી કેમિકલ તૈયાર કરતા

શકીલ જૈશ જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલો છે અને તે પહેલાં શ્રીનગરમાં આતંકી પોસ્ટર લગાવવામાં સામેલ રહ્યો હતો. તેની ઓળખ અનંતનાગમાં પકડાયેલા અદીલ અહમદ રઠરની પૂછપરછ બાદ થઈ હતી. લાલ કિલ્લાની નજીક જે કારમાં વિસ્ફોટ થયો તે દક્ષિણ કાશ્મીરના પુલવામા નિવાસી ડૉ. ઉમર મોહમ્મદના નામે નોંધાયેલી છે, જે કારમાં ધમાકાના સમયે હાજર હતો. પકડાયેલા બધા ડૉક્ટર્સ ન માત્ર આતંકી સંગઠનોના સંપર્કમાં હતા, પરંતુ પોતે હથિયાર અને ઝેરી કેમિકલ તૈયાર કરતા હતા.

આ પણ વાંચો: LIVE: Delhi Blast: દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ આતંકીના ભાઈ-માતાની અટકાયત કરાઇ

Tags :
Advertisement

.

×