Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 20 દેશનાં 300 ડેલિગેટ્સ હાજર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સાથે પણ મુલાકાત કરી હતી.
delhi   વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં cm ભૂપેન્દ્ર પટેલનું સંબોધન  20 દેશનાં 300 ડેલિગેટ્સ હાજર
Advertisement
  1. Delhi માં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં સંબોધન
  3. વડાપ્રધાન મોદી સાથે CM ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી
  4. GST સુધારા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

Delhi : દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું (Vibrant Gujarat Regional Conference ) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારનાં GST સુધારાનાં નિર્ણયને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે, આ નિર્ણયથી લોકોનાં જીવન ધોરણમાં સુધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સાથે પણ મુલાકાત કરી હતી. Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સીસમાં 20 દેશનાં એમ્બેસેડર સહિત 300 ડેલિગેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Ram Mokaria : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મુદ્દે સાંસદ રામ મોકરિયાની તડાફડી!

Advertisement

Advertisement

Delhi માં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં CM ની હાજરી

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે યોજાયેલ Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સીસમાં હાજરી આપી હતી. દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કૉન્ફરન્સ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ GST નાં દરમાં (GST Rate) મોટો ઘટાડો કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) કાર્યક્રમમાં 20 દેશનાં એમ્બેસેડર સહિત 300 ડેલિગેટ્સને આમંત્રણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - અંબાજીમાં રૂ. 7 હજાર ભરેલુ કવર સાણંદના 10 વર્ષના બાળકને મળ્યુ, જાણો પછી તેણે શું કર્યું?

GST સુધારા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

GST સુધારા પર પ્રતિક્રિયા આપતા પોતાનાં સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં આ નિર્ણયથી લોકોનાં જીવન ધોરણમાં સુધારો થશે. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે GST સુધારાને ઐતિહાસિક ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું કે, દેશવાસીઓને વડાપ્રધાન મોદીએ દિવાળીની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારનાં નિર્ણયથી ભારત ત્રીજી આર્થિક શક્તિ બનશે.

આ પણ વાંચો - Bharuch Dudhdhara Dairy Election: ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની કરી રહ્યા છે ઐસીતૈસી

Tags :
Advertisement

.

×