Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Election Result 2025 : BJP, AAP કે કોંગ્રેસ... કોણ જીતશે દિલ્હીનાં લોકોનું 'દિલ' ? આજે મતગણતરી

એક્ઝિટ પોલ અનુસાર આ વખતે ભાજપને બહુમતી મળી શકે છે...
delhi election result 2025   bjp  aap કે કોંગ્રેસ    કોણ જીતશે દિલ્હીનાં લોકોનું  દિલ    આજે મતગણતરી
Advertisement
  1. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થશે (Delhi Election Result 2025)
  2. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થવાની છે, જેનાં પર સૌની નજર
  3. એક્ઝિટ પોલ અનુસાર આ વખતે ભાજપને બહુમતી મળી શકે
  4. ભાજપ (BJP), AAP અને કોંગ્રેસ ત્રણેયનાં જીતના દાવા

Delhi Election Result 2025 : આજે દેશભરનાં નાગરિકોની નજર દેશની રાજધાની દિલ્હી (Delhi) પર ટકેલી છે, કારણ કે આજે એટલે કે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં (Delhi Assembly Election) પરિણામો જાહેર થશે. આજે નક્કી થશે કે દિલ્હીમાં કોણ સરકાર બનાવશે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થવાની છે. બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ ખબર પડી જશે કે આગામી 5 વર્ષ સુધી દિલ્હીમાં કોની સરકાર સત્તામાં રહેશે. ભાજપ (BJP), AAP અને કોંગ્રેસ ત્રણેય જીતનો દાવો કરી રહ્યા છે. જો કે, એક્ઝિટ પોલ અનુસાર આ વખતે ભાજપને બહુમતી મળી શકે છે.

આ પણ વાંચો - Maharashtra : ઉદ્ધવ ઠાકરેએ શિંદે અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો

Advertisement

એક્ઝિટ પોલમાં BJP ની સ્થિતિ મજબૂત

જણાવી દઈએ કે, મતગણતરી પહેલાનાં એક્ઝિટ પોલ (Exit Polls) અનુસાર, આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, જો દિલ્હીમાં BJP ની સરકાર બનશે તો નવો ઇતિહાસ રચાશે, કારણ કે છેલ્લા 27 વર્ષનાં રાજકારણ પર નજર કરીએ તો, ભાજપે વર્ષ 1999, 2014, 2019, 2024 માં ચાર વખત દેશની લોકસભા ચૂંટણી તો જીતી છે, પરંતુ વિધાનસભામાં વર્ષ 2013, 2015 અને 2020 માં AAP જીત્યું હતું. એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં હવે ભાજપ જીતી શકે છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi આજે WAVES સમિટમાં હાજરી આપશે, સુંદર પિચાઈ, અમિતાભ અને શાહરૂખ સાથે વાત કરશે

કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓમાં ખાતું પણ ખોલી શકી નથી

જો આપણે દિલ્હીની સરહદે આવેલા રાજ્યો પર નજર કરીએ તો, ભાજપે છેલ્લા 27 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 3 વખત સરકાર બનાવી છે, જેમાંથી, મોદી શાસન દરમિયાન 2 વાર યુપીમાં સરકાર બની છે. છેલ્લા 27 વર્ષમાં, ભાજપે હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવી છે, પરંતુ દિલ્હીનાં દરવાજા હવે પહેલીવાર ભાજપ માટે ખુલી શકે છે. દિલ્હીમાં સતત 6 ચૂંટણી હાર્યા બાદ, એક્ઝિટ પોલ્સ સૂચવે છે કે સાતમી ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી શકે છે. કોંગ્રેસની (Congress) વાત કરીએ તો આ ચૂંટણી કોંગ્રેસ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓમાં ખાતું પણ ખોલી શકી નથી. કોંગ્રેસ પણ પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ વખતે પણ એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું દેખાતું નથી. જો કે, થોડા જ કલાકોમાં બધું સ્પષ્ટ થઈ જશે કે દિલ્હીનાં (Delhi Election Result 2025) લોકોએ કયા પક્ષને ટેકો આપ્યો છે ?

Gujarat First પર જુઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામનું Live કવરેજ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર દર્શકો દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામનું LIVE કવરેજ નિહાળી શકશે. ગુજરાત ફર્સ્ટનાં LIVE BLOG થકી દર્શક દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ સંબંધિત તમામ સમાચાર અને અપડેટ ઝડપથી મેળવી શકશે.

આ પણ વાંચો - Maharashtra : એકનાથ શિંદેએ 'ઓપરેશન ટાઇગર'ના આરોપો પર મોટું નિવેદન આપ્યું

Tags :
Advertisement

.

×