Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : IGI એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનમાં લાગી આગ...

દિલ્હી (Delhi)ના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર આજે સાંજે લગભગ 5:52 વાગ્યે દિલ્હી (Delhi)થી બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 807 માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વાસ્તવમાં ફ્લાઈટના AC યુનિટમાં આગ લાગી હતી. વિમાનમાં 175 મુસાફરો સવાર...
delhi   igi એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ  પ્લેનમાં લાગી આગ
Advertisement

દિલ્હી (Delhi)ના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર આજે સાંજે લગભગ 5:52 વાગ્યે દિલ્હી (Delhi)થી બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 807 માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વાસ્તવમાં ફ્લાઈટના AC યુનિટમાં આગ લાગી હતી. વિમાનમાં 175 મુસાફરો સવાર હતા. ફ્લાઈટનું દિલ્હી (Delhi) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે...

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળ્યા બાદ, ત્રણ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. DFS અધિકારીએ જણાવ્યું કે અમને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી સાંજે 6.15 વાગ્યે આગની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે ત્રણ ફાયર એન્જિન મોકલ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Advertisement

Advertisement

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે...

એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના મૂળ ગંતવ્ય બેંગલુરુ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ સંબંધમાં ટૂંક સમયમાં જ મુસાફરોને માહિતી આપવામાં આવશે. મુસાફરોને સંયમ રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ED એ પહેલીવાર કોઈ પાર્ટીને બનાવી આરોપી, કેજરીવાલની મુશ્કેલીમાં પણ વધારો…

આ પણ વાંચો : Swati Maliwal Case : AAP એ મૌન તોડ્યું, આતિશીએ કહ્યું- આ બધું ભાજપનું કાવતરું…

આ પણ વાંચો : Accident : ભરતપુરમાં UP રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, પાંચનાં મોત, અનેક ઘાયલ…

Tags :
Advertisement

.

×