Delhi government એ લીધો મોટો નિર્ણય, આ લોકોને દર મહિને 6000 રૂપિયા મળશે!
- Delhi government એ એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે
- PM મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે યોજના થશે લોન્ચ
- દિવ્યાંગોની સંભાળ રાખનારાઓને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીની રેખા ગુપ્તા સરકાર એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. PM મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર છે. દિલ્હી સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે દિવ્યાંગોની સંભાળ રાખનારાઓને દર મહિને 6000 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને સંભાળ, તબીબી અને અન્ય જરૂરી સેવાઓના ખર્ચને પહોંચી વળવા માટે દર મહિને 6000 રૂપિયા મળશે
Delhi government ની આ યોજના અમિત શાહ લોન્ચ કરશે
નોંધનીય છે કે દિલ્હી સરકારની કેબિનેટમાં દિવ્યાંગ લોકો માટે ખાસ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે બુધવારે PM મોદીના જન્મદિવસ નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યોજના શરૂ કરશે. તેમણે કહ્યું કે આ નાણાકીય સહાય સીધી લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા ખાતામાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જણાવ્યા અનુસાર, દિલ્હી કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે દિવ્યાંગો આપણા સમાજનો અભિન્ન ભાગ છે અને તેમને સન્માન અને આત્મનિર્ભરતા સાથે જીવવાનો અધિકાર છે.
Delhi government ની આ યોજના માટે કોણ પાત્ર બનશે?
આ યોજનાનો લાભ મેળવનારા ઓછામાં ઓછા 40 ટકા દિવ્યાંગ હોય અને તેમને જિલ્લા બોર્ડ દ્વારા 60 થી 100 ગુણ વચ્ચે ઉચ્ચ સહાયની જરૂર હોવાનું પ્રમાણિત કરેલું હોય. આ ઉપરાંત અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષથી દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર ચકાસણી ફરજિયાત છે.
અરજી કેવી રીતે કરશો ?
ઇ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા નોંધણી કરાવીને અરજી કરી શકાય છે. અરજીની પ્રક્રિયા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા કરવામાં આવશે અને મૂલ્યાંકન બોર્ડ દ્વારા ચકાસવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના ફક્ત નાણાકીય સહાય માટે જ નહીં પરંતુ દિવ્યાંગોની વધુ સામાજિક ભાગીદારી અને આત્મનિર્ભરતાને સક્ષમ બનાવવા માટે પણ છે.


