Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી

મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, મનીષ...
દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી
Advertisement

મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયા જે પદ પર રહી ચૂક્યા છે તેનાથી એવી સંભાવના છે કે, તેઓ સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પર પોતાનો આદેશ સંભળાવ્યો છે.

Advertisement

Advertisement

જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટે વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ એ આ આધાર પર વચગાળાના જામીન માંગ્યા હતા કે તેઓ તેમની બીમાર પત્નીના એકમાત્ર કેરટેકર છે. આ કેસમાં નિયમિત જામીન માટે સિસોદિયાની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આ મામલે સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની તબિયત અંગે એલએનજેપી હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

આપણ  વાંચો -રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ, કહ્યું આંદોલન યથાવત રહેશે

Tags :
Advertisement

.

×