ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક ચૂક ભારે પડી, દિલ્હી એરપોર્ટ પર એક જ દિવસમાં 1300 ફ્લાઇટ મોડી પડી

Delhi Airport : એરલાયન્સ કંપનીને વિતેલા 4 મહિના પહેલા જ ચેતવણી આપી દેવામાં આવી હતી. જેને ધ્યાને લેવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા છે - ઓથોરીટી
10:44 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
Delhi Airport : એરલાયન્સ કંપનીને વિતેલા 4 મહિના પહેલા જ ચેતવણી આપી દેવામાં આવી હતી. જેને ધ્યાને લેવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા છે - ઓથોરીટી

Delhi Airport : દેશના અતિવ્યસ્ત રહેતા દિલ્હીના ઇંદિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (INDIRA GANGHI INTERNATIONAL AIRPORT - DELHI) પર રવિવારે અલગ ચિત્ર ઉપસીને સામે આવ્યું હતું. આ દિવસે ફ્લાઇટનું સંચાલન મોટાપાયે ખોરવાયું હતું (AIRPORT CHAOS). જેને પહલે હવાઇ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને ડેસ્ટીનેશન પર પહોંચવામાં મોડું થઇ ગયું હતું. આ સમસ્યા અંગે એરપોર્ટ ઓપરેટરનું કહેવું છે કે, એરલાયન્સ કંપનીને વિતેલા 4 મહિના પહેલા જ ચેતવણી આપી દેવામાં આવી હતી. જેને ધ્યાને લેવામાં તેઓ નિષ્ફળ નિવડતા ફ્લાઇટનું શીડ્યુલ ખોરવાયું હતું.

ડિપાર્ચરમાં એક કલાક અને આગમનમાં 75 મિનિટ મોડું થયું

સમગ્ર મામલે ફ્લાઇટ ટ્રેકીંગ સેવા Flightradar24 અનુસાર, રવિવારે રાત્રે 11 - 30 કલાકે 501 ડિપાર્ચર અને 384 આગમનમાં મોડું થવાથી હજારો યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ એરપોર્ટ રોજ 1,300 ફ્લાઇટોનું નિયંત્રણ કરવામાં આવે છે. જે 68 ટકાથી વધારે મનાય છે. સાથે જ ડિપાર્ચરમાં એક કલાક અને આગમનમાં 75 મિનિટ મોડું થયું હતું.

કઇ ચૂક ભારે પડી

એરપોર્ટ પર પડેલી મુશ્કેલીઓને લઇને અધિકારીઓએ ખરાબ પ્લાનીંગ અને મિસકોમ્યુનિકેશનને જવાબદાર ઠેરવ્યું છે. ગરમીની રૂતુમાં એરપોર્ટના ચાર રનવેમાંથી એક રનવેને અપગ્રેડ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સાથે જ હવાની દિશામાં પરિવર્તનની સમસ્યા પણ સામે આવી હતી. એરપોર્ટ ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.નું કહેવું છે કે, એરલાયન્સને ચાર મહિના પહેલા જ રનવે અપગ્રેડ અને સંભવિત હવામાન અંગે સૂચિત કરી દેવામાં આવ્યું હતું. પરંતું તેમણે કોઇ ખાસ બદાલવ કર્યા ન્હતા.

ફ્લાઇટ સંચાલન પડકારજનક બન્યું

વધુમાં ઉમેર્યું કે, રવને અપગ્રેડને લઇને એરલાયન્સને પહેલા જાણકારી આપી દેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય છે કે, એરલાયન્સ યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે યોગ્ય નિર્ણયો લઇ શકે, ફ્લાઇટ શિડ્યુલ કરે અથવા તો રદ્દ કરી દે. પરંતુ દિલ્હી એરપોર્ટ પર કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. જેના કારણે ફ્લાઇટ સંચાલન પડકારજનક બન્યું હતું. આ પરિસ્થિતીઓને જોતાં રનવે અપગ્રેડેશનનું કાર્ય અનિશ્ચિત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ સવાલો ઉઠાવ્યા હતા

રવિવારે જમ્મુ અને કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ એરપોર્ટ પર વાટ જોવાને લઇને ટીપ્પણી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, જમ્મુથી નીકળ્યા ના ત્રણ કલાક બાદ અમને જયપુર તરફ વાળી દેવામાં આવ્યા હતા. જેથી હું વિમાનની નિસરણી પર તાડી હવા લઇ રહ્યો છું મને નથી ખબર અમે અહિંયાથી ક્યારે નીકળીશું.

આ પણ વાંચો --- Landslide in J&K : જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્યથા - બાળકો પાણીમાં ડૂબોડીને ખાઇ રહ્યા છે બિસ્કીટ

Tags :
airportAngryauthoritychaosDelhigandhiGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsIndiraInternationalmismanagementonPassengerSuffer
Next Article