Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી-એનસીઆર ભારે વરસાદના લીધે અનેક ફલાઇટ મોડી પડી, 14 ફલાઇટ ડાયવર્ટ

દિલ્હીના સામાન્ય જનજીવન પર અસર પડી હતી અને ઠેર-ઠેર ટ્રાફિક જામ અને પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે 14 ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી
દિલ્હી એનસીઆર ભારે વરસાદના લીધે અનેક ફલાઇટ મોડી પડી  14 ફલાઇટ ડાયવર્ટ
Advertisement
  • Rain in Delhi-NCR દિલ્હી ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,ઠેર ઠેર ટ્રાફિક જામ
  • દિલ્હીમાં સતત બીજા દિવસે પણ વરસાદ 

 દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પશ્ચિમી ડિસ્ટર્બન્સ (Western Disturbance) ની અસર જોવા મળી રહી છે, જેના કારણે હવામાન અચાનક બદલાતા ભારે મૂશળધાર વરસાદ પડ્યો છે. સોમવારથી શરૂ થયેલો વરસાદ મંગળવારે પણ સતત ચાલુ રહ્યો. મંગળવારે સવારથી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ બપોર પછી વાદળોએ જોરદાર વરસવાનું શરૂ કર્યું. દિવસભર સૂર્ય અને વાદળો વચ્ચેની રમતના અંતે થયેલા ભારે વરસાદને કારણે દિલ્હીના સામાન્ય જનજીવન પર અસર પડી હતી અને ઠેર-ઠેર ટ્રાફિક જામ અને પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે 14 ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ફલાઇટ મોડી પડી હતી

Rain in Delhi-NCR: સતત બીજા દિવસે પણ વરસાદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કુલ 12.6 મીમી વરસાદ નોંધાયો છે. મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પાલમમાં 41.6 મીમી અને રિજમાં 37 મીમી જેવા નોંધપાત્ર વરસાદની માત્રા નોંધાઈ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં ચાર દિવસ વરસાદ પડ્યો છે, જેના કારણે કુલ વરસાદ 74.7 મીમી પર પહોંચ્યો છે. આ વરસાદી માહોલના કારણે દિલ્હીવાસીઓને ઠંડીનો અનુભવ થયો હતો. મંગળવારે મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદનું કારણ ઉત્તર રાજસ્થાન અને નજીકના હરિયાણા પર પ્રેરિત લો-પ્રેશર વિસ્તાર સાથે સંકળાયેલ પશ્ચિમી ડિસ્ટર્બન્સ છે.

Advertisement

Advertisement

નોંઘનીય છે કે મંગળવારે થયેલા વરસાદને કારણે IGI એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પર અસર પડી. લગભગ 70 ટકા આવનારી ફ્લાઇટ્સ મોડી પડી. ઉપરાંત, લગભગ 80 ટકા ઉપડતી ફ્લાઇટ્સ પણ વિલંબથી ઉપડી હતી. આગમન ફ્લાઇટ્સમાં સરેરાશ અડધો કલાકનો વિલંબ થયો, જ્યારે પ્રસ્થાન ફ્લાઇટ્સમાં સરેરાશ 40 મિનિટનો વિલંબ થયો .વરસાદને કારણે, દિલ્હી જતી ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી. આમાં કાઠમંડુ, પટના, રાંચી, મુંબઈ, ગુવાહાટી, હૈદરાબાદ, શ્રીનગર, જોધપુર, ગોવા, સિલિગુડી, દુબઈ, ગોવા અને બેંગલુરુની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે

Rain in Delhi-NCR:  હવામાન વિભાગે આપી ચેતવણી

નોંધનીય છે કે હવામાન વિભાગે દિલ્હી માટે પીળી વરસાદની ચેતવણી (Yellow Alert) પણ જારી કરી છે. આ ચેતવણી ઉત્તર દિલ્હી, ઉત્તરપૂર્વ દિલ્હી, ઉત્તરપશ્ચિમ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરે છે. હવામાન વિભાગે બુધવાર માટે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, અને આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો:    હરિયાણાના સીનિયર IPS અધિકારી વાય પૂરણ કુમારે ગોળી મારીને કરી આત્મહત્યા

Tags :
Advertisement

.

×