Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : ઓમર અબ્દુલ્લા PM મોદીને મળ્યા, આ વાતો પર થઇ ચર્ચા...

જમ્મુ કાશ્મીરના CM એ PM મોદી સાથે કરી મુલાકાત રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરાઈ અબ્દુલ્લાની પાર્ટીએ 90 માંથી 42 બેઠકો જીતી હતી જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે પદ સંભાળ્યા પછી દિલ્હી (Delhi)ની તેમની પ્રથમ મુલાકાત...
delhi   ઓમર અબ્દુલ્લા pm મોદીને મળ્યા  આ વાતો પર થઇ ચર્ચા
Advertisement
  1. જમ્મુ કાશ્મીરના CM એ PM મોદી સાથે કરી મુલાકાત
  2. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરાઈ
  3. અબ્દુલ્લાની પાર્ટીએ 90 માંથી 42 બેઠકો જીતી હતી

જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે પદ સંભાળ્યા પછી દિલ્હી (Delhi)ની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ગુરુવારે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, રાજ્ય કેબિનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવ CM દ્વારા રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં કેન્દ્રને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે 90 માંથી 42 વિધાનસભા બેઠકો મેળવીને પોતાની સરકાર બનાવી છે. પાર્ટીએ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

શાહને શુક્રવારે મળ્યા હતા...

ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીર નવી સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં એક ઠરાવ પસાર કર્યો છે જેમાં કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે. બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરી પછી, CM ઓમર અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લોબી કરવા માટે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાની સત્તા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લાએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને રાજ્ય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Jammu Kashmir : બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ

શાહ સાથે 30 મિનિટ મુલાકાત કરી હતી...

ઓમર અબ્દુલ્લાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે લગભગ 30 મિનિટ સુધી મુલાકાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરના CM એ પાછળથી કહ્યું કે આ એક સૌજન્ય મુલાકાત હતી, જે દરમિયાન તેમણે શાહને જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગંગાંગિર વિસ્તારમાં થયેલા મોટા આતંકી હુમલા બાદ અબ્દુલ્લા બુધવારે દિલ્હી (Delhi) પહોંચ્યા હતા. ગાંદરબલ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં ડોક્ટર સહિત 7 લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પોલીસ દળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે.

આ પણ વાંચો : Lawrence Bishnoi માસૂમ બાળક છે, અસલી ગાંધીવાદી છે, ગેંગસ્ટરને લઈને સાધ્વીએ આપ્યું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×