Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Police : બાળ તસ્કરીની ગેંગનો પર્દાફાશ, 6 બાળકો બચાવાયા

Delhi Police : આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગ પર પોલીસનો પ્રહાર, 10 આરોપી પકડાયા
delhi police   બાળ તસ્કરીની ગેંગનો પર્દાફાશ  6 બાળકો બચાવાયા
Advertisement
  • Delhi Police : બાળ તસ્કરીની ગેંગનો પર્દાફાશ, 6 બાળકો બચાવાયા
  • આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગ પર પોલીસનો પ્રહાર, 10 આરોપી પકડાયા
  • 6 મહિનાના બાળક સહિત 6 શિશુઓ બચાવાયા, દિલ્હીમાં ગેંગનો ભાંડો ફૂટ્યો
  • બસ સ્ટેન્ડથી હોસ્પિટલ સુધી: બાળ તસ્કરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું
  • દિલ્હી પોલીસની SITની મોટી કાર્યવાહી, બાળ તસ્કરીના 10 આરોપી ઝડપાયા

નવી દિલ્હી : દિલ્હી ( Delhi ) પોલીસની સાઉથ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આંતરરાજ્ય બાળ તસ્કરીની ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ગરીબ અને મજબૂર પરિવારોને નિશાન બનાવીને બાળકોનું અપહરણ કરતી હતી અને પછી તેમને વેચી દેતી હતી. આ ઓપરેશનમાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યાર સુધી 6 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

Delhi Police ની શાનદાર કામગીરી

સાઉથ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી હેમંત તિવારીના જણાવ્યા મુજબ, 22 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રહેવાસી સુરેશ નામના એક મજૂર તેના પરિવાર સાથે રાજસ્થાન જવા માટે બસમાં રવાના થયો હતો. રસ્તામાં પરિવાર સરાય કાલે ખાં ISBT પર રાત વિતાવવા માટે અટક્યો હતો.

Advertisement

રાત્રે લગભગ 11 વાગ્યે જ્યારે આખો પરિવાર પ્લેટફોર્મ નંબર 2 પર સૂતો હતો, ત્યારે સુરેશનો 6 મહિનાનો પુત્ર અચાનક ગાયબ થઈ ગયો હતો. ગભરાયેલા પરિવારે તુરંત પોલીસને જાણ કરી છે. આ પછી કેસ નોંધાયો અને તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકના અપહરણનો મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી તુરંત SITની રચના કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Delhi Police : CCTV અને તકનીકી નિરીક્ષણથી શરૂઆત

પોલીસે સૌથી પહેલા CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં જોવા મળ્યું કે શંકાસ્પદ વ્યક્તિઓ બાળકને બસ સ્ટેન્ડની બહાર લઈ જઈ રહ્યા હતા. તકનીકી નિરીક્ષણ અને માહિતગારોની મદદથી જાણવા મળ્યું કે આરોપી વીરભાન આગ્રાના પિનહટ વિસ્તારમાં છે. ટીમે ત્યાં દરોડો પાડીને તેની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન વીરભાને જણાવ્યું કે તેના સસરા કાલીચરણ અને બીજી એક વ્યક્તિ રામવરણે તેને બાળકનું અપહરણ કરીને વેચવાનું કહ્યું હતું. વીરભાન અને કાલીચરણે બાળકને આગ્રાની K.K હોસ્પિટલના માલિક ડૉ. કમલેશને સોંપ્યું હતું. ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ડાગર હૃદયના દર્દી બનીને હોસ્પિટલ પહોંચ્યા હતા.

તેમની સાથે બે એસઆઈ અટેન્ડન્ટના રૂપમાં ગયા હતા. ડૉક્ટરને તેમના રૂમમાં બોલાવવામાં આવ્યા અને ત્યાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડૉ. કમલેશે કબૂલ્યું કે તેણે બાળકને સુંદર નામની વ્યક્તિને વેચ્યું હતું. સુંદર પોલીસની ભનક મળતાં જ નાસી ગયો પરંતુ પોલીસે ઉત્તર પ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર 50 કિલોમીટરનો પીછો કરીને તેને પકડી લીધો હતો. સુંદરે ખુલાસો કર્યો કે બાળકને આગ્રાના કૃષ્ણા શર્મા અને પ્રીતિ શર્માને વેચવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો તો 6 મહિનાનું બાળક ત્યાંથી મળી આવ્યું હતું.

ગેંગની વધુ કરતૂતોનો પર્દાફાશ

તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ અગાઉ પણ અનેક બાળકોને વેચી ચૂકી છે. SITએ સતત દરોડા પાડીને બાળકોને બચાવ્યા હતા. આગ્રામાંથી બે મહિનાનું એક બાળક મળ્યું છે. બીજું બે મહિનાનું બાળક અને 10 દિવસનું એક બાળક પણ બચાવવામાં આવ્યું છે. ફતેહાબાદમાંથી એક વર્ષની બાળકીને મુક્ત કરવામાં આવી છે. આમ, અત્યાર સુધી કુલ 6 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ગિરફ્તાર આરોપીઓ અને તેમની પ્રોફાઇલ

વીરભાન (30) – અપહરણકર્તા
કાલીચરણ (45) – વીરભાનના સસરા
ડૉ. કમલેશ (33) – K.K હોસ્પિટલ, આગ્રા
સુંદર (35) – મુખ્ય સપ્લાયર, અગાઉ પણ કેસ નોંધાયેલા
કૃષ્ણા શર્મા (28) – BAMS ડૉક્ટર, અનચાહ્યા શિશુઓની ડિલિવરી કરતો
પ્રીતિ શર્મા (30) – BMS ડૉક્ટર, કૃષ્ણાની બહેન, ખરીદનાર
રીતુ (40) – અગાઉ પણ માનવ તસ્કરીમાં સામેલ
જ્યોત્સના (39) – દલાલ
રુબીના ઉર્ફે રચિતા (42) – દલાલ
નિખિલ (22) – સપ્લાયર

ગેંગનું નેટવર્ક અને કામગીરી

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ અત્યાર સુધીની તપાસ મુજબ 10થી વધુ બાળકોને વેચી ચૂકી છે. આ ગેંગનું નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. તેઓ 1.5 લાખથી 7 લાખ રૂપિયા સુધીમાં બાળકોને વેચતા હતા અને દત્તક લેવાના નકલી કાગળો પણ તૈયાર કરતા હતા. SIT હવે ગેંગના બાકીના સભ્યો અને અત્યાર સુધી વેચાયેલા બાળકોની શોધમાં જોડાઈ છે.

આ પણ વાંચો- Banaskantha : બનાસકાંઠામાં જળબંબાકાર! વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્થિતિનો તાગ મેળવ્યો

Tags :
Advertisement

.

×