Delhi : કથિત 'વોટ ચોરી' વિરૂદ્ધની કૂચમાં સાંસદ મહુઆ મોઇત્રા મૂર્છિત, અખિલેશ યાદવ બેકીરેડ કુદ્યા
- દિલ્હીમાં કથિત વોટ ચોરી મામલે મોટી કૂચ
- અનેક પાર્ટીના સાંસદો જોડાયા
- પોલીસે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી
Vote Chori : ચૂંટણી પંચ (Election Commission) સામે વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં કથિત 'મત ચોરી' (Vote Chori) વિરુદ્ધ એક વિશાળ કૂચ કાઢી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં આ કૂચમાં 300 થી વધુ વિપક્ષી સાંસદો (Opposite MPs) ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ (SP President) પોલીસ બેરિકેડ પાર કરીને કૂદી પડ્યા. વિપક્ષી સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય તરફ જઈ રહ્યા છે. દરમિયાન ટીએમસીના ફાયર બ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રા (TMC MP Mahua Moitra) મુર્છિત થયા હોવાનું સામે આવ્યું છે.
Delhi | Earlier today, the INDIA bloc MPs held a march from Parliament to the Election Commission of India to protest against the SIR. The leaders have been detained by the Delhi Police.
Pic Source: AICC pic.twitter.com/E5hbkZFWhv
— ANI (@ANI) August 11, 2025
ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ
દિલ્હી પોલીસે આ દરમિયાન અનેક સ્તરોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ સમયે વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે અખિલેશ યાદવ બેરિકેડ પાર કરીને કૂદી પડ્યા હતા. બેરિકેડ પાર કરીને કૂદી પડેલા અખિલેશ યાદવની (Akhilesh Yadav - MP) ત્યાં હાજર અન્ય નેતાઓએ સંભાળ લીધી હતી. અખિલેશ યાદવે કહ્યું કે, ચૂંટણી પંચને ઘણી વખત પૂછવામાં આવ્યું છે. જો આવી ફરિયાદ આવી છે, તો ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ. તેની નોંધ લેવી જોઈએ. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં મત ચોરી (Vote Chori) થઈ રહી છે. અખિલેશે કહ્યું છે કે, અમે સંસદમાં અમારો મુદ્દો રજૂ કરવા માંગીએ છીએ, પરંતુ સરકાર સાંભળવા માંગતી નથી.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લીધા
તે સમયે જ્યારે પોલીસે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને આગળ વધતા અટકાવ્યા, ત્યારે તેઓ રસ્તા પર અન્ય સાંસદો સાથે બેસી ગયા હતા અને આગળ જવા દેવાની માંગ કરવા લાગ્યા હતા. જો કે, થોડીવાર પછી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ને કસ્ટડીમાં લઇ લીધા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદો બેહોશ થઈ ગયા
સાંસદ મહુઆ મોઇત્રા (TMC MP Mahua Moitra) વિરોધ પ્રદર્શન દરમિયાન બેહોશ થઈ ગયા. આ સમયે તેઓ પોલીસ બસમાં હતા. રાહુલ ગાંધીએ બસમાં જ મહુઆ મોઇત્રાને પાણી પીવડાવ્યું હતું. પશ્ચિમ બંગાળના આરામબાગના અન્ય એક સાંસદ મિતાલી બાગ વિરોધ પ્રદર્શન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. સાથી નેતાઓએ તેમને રસ્તા પર સુવડાવીને તેમના પર પાણી છાંટ્યું હતું. આ પછી, રાહુલ ગાંધી તેમને લઈ ગયા હતા.
આ લડાઈ બંધારણ બચાવવાની છે
અટકાયતમાં લેતા પહેલા, રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય દેશની સામે છે. આ લડાઈ બંધારણ બચાવવાની છે. આ લોકો વાત કરી શકતા નથી, આ બંધારણ બચાવવાની લડાઈ છે, આ એક વ્યક્તિ, એક મત (Vote Chori) માટેની લડાઈ છે. તેથી જ આપણને સ્વચ્છ (શુદ્ધ) મતદાર યાદીની જરૂર છે. પ્રિયંકા ગાંધીએ અટકાયતમાં લેતા પહેલા કહ્યું હતું કે, આ સરકાર કાયર છે. તેઓ ડરી ગયા છે. આ દરમિયાન ઘણા વિપક્ષી સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમાં સંજય રાઉત, સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે.
શું જેલના સળિયા વિપક્ષ અને આખા દેશને રોકી શકશે
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આખા દેશે મોદી સરકાર અને ચૂંટણી પંચના ગઠબંધનને નકારી કાઢ્યું છે. શું જેલના સળિયા રાહુલ ગાંધીને રોકી શકશે? શું જેલના સળિયા વિપક્ષ અને આખા દેશને રોકી શકશે. હવે એક જ સૂત્ર છે, આખો દેશ બોલી રહ્યો છે, અમારા મતને સ્પર્શ ના (Vote Chori) કરો.
...તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી મેળવી શકાય
કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી લોકોને ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા છે, ત્યાં સુધી તે ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહ્યું છે. જો આ શંકાઓ દૂર કરવામાં આવે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી મેળવી શકાય છે. આ પ્રશ્નોના ઉકેલમાં ચૂંટણી પંચનો પોતાનો હિત છે."
સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સાંસદો
આ દરમિયાન, પોલીસે અટકાયત કરાયેલા સાંસદોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે. સરકાર વિપક્ષી સાંસદોને ચૂંટણી પંચના કાર્યાલય સુધી પહોંચવા દેતી નથી.
આ પણ વાંચો --- LIVE: INDIA Alliance Protest : રાહુલ અને પ્રિયંકા ગાંધીની અટકાયત, મહુઆ મોઇત્રા અને મિતાલી બાગ બેફાન


