Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ

આતંકી ષડયંત્રના ખુલાસા વચ્ચે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે પાર્ક કરેલી કારમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં આગ લાગી હતી, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના સાત વાહનો અને દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત 14થી વધુ ઘાયલ
Advertisement
  • આતંકી ષડયંત્રના ખુલાસા વચ્ચે દિલ્હીથી મોટા સમાચાર
  • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ
  • બ્લાસ્ટની તીવ્રતાને લીધે નજીકમાં અન્ય 3થી 4 વાહનમાં આગ
  • બ્લાસ્ટમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયો હોવાનો દાવો
  • દિલ્હી પોલીસની ટીમ બ્લાસ્ટના કારણોની તપાસમાં
  • ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના 7 વાહનો પહોંચ્યા
  • દિલ્હી પોલીસની સ્પેશ્યિલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી
  • પોલીસની બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી
  • મેટ્રો સ્ટેશનના ગેઇટ નંબર-1 પાસે બ્લાસ્ટ થયાની માહિતી

દેશમાં આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને લીધે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી ગઈ હતી, જેમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. બ્લાસ્ટની ઘટના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 9 લોકોના મોત થયા છે અને 14 થી વધુ ઘાયલ થયા છે.

Advertisement

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસની ટીમ અને સુરક્ષા એજન્સીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના સાત વાહનો પહોંચ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

Advertisement

પોલીસ દ્વારા બ્લાસ્ટના કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે આ બ્લાસ્ટ થતાં સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીરતાથી મામલાની તપાસ કરી રહી છે કે આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ આતંકવાદી કૃત્ય.

Tags :
Advertisement

.

×