Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi South Asian University : નોનવેજને લઇ બબાલ! મહાશિવરાત્રિ પર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો

આ ઘટના ત્યારે બની જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ખોરાકને લઈને ઝઘડો થયો
delhi south asian university   નોનવેજને લઇ બબાલ  મહાશિવરાત્રિ પર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો
Advertisement
  • યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ખોરાકને લઈને ઝઘડો
  • મહિલા વિદ્યાર્થીના વાળ ખેંચીને તેના પર હુમલો કર્યો હતો
  • વિદ્યાર્થી સંગઠન ABVP ના સભ્યોએ નોન-વેજ ખાતા વિદ્યાર્થીઓને માર માર્યો

Delhi South Asian University : દિલ્હીની સાઉથ એશિયન યુનિવર્સિટી (SAU) માં એક મહિલા વિદ્યાર્થીનીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ખોરાકને લઈને ઝઘડો થયો. આ ચર્ચા એટલી વધી ગઈ કે તે મારામારી સુધી પહોંચી ગઈ. એવો આરોપ છે કે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ના સભ્યોએ મહિલા વિદ્યાર્થીના વાળ ખેંચીને તેના પર હુમલો કર્યો હતો. SFI (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થી સંગઠન ABVP ના સભ્યોએ નોન-વેજ ખાતા વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

SFIનો દાવો છે કે ABVPના વિદ્યાર્થીઓએ તેમને માર માર્યો હતો

વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ આરોપ લગાવ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ યુનિવર્સિટીના મેસમાં વિદ્યાર્થીઓને માર માર્યો છે. SFIનું કહેવું છે કે ABVP એ મહાશિવરાત્રિને કારણે મેસમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવાની માંગ કરી હતી. જ્યારે વિદ્યાર્થીઓ આ માંગણીનો વિરોધ કરવા લાગ્યા, ત્યારે ABVP ના કાર્યકરોએ તેમને માર મારવાનું શરૂ કરી દીધું. વીડિયોમાં, ABVP ના સભ્યો મહિલાના વાળ ખેંચતા જોવા મળે છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાએ આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Advertisement

આરોપો પર ABVP એ શું કહ્યું?

ABVP એ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓએ મહા શિવરાત્રિના અવસર પર ઉપવાસ ભોજનની માંગણી કરી હતી. યુનિવર્સિટી પ્રશાસને આ માંગણી સ્વીકારી અને ખાસ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી. ABVP એ કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ જાણી જોઈને ધાર્મિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને SFI ના સભ્યોએ શાકાહારી ભોજનશાળામાં માંસાહારી ભોજન પીરસવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: ઇતિશ્રી મહાકુંભ... વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ 45 દિવસ પછી સંપન્ન, 66 કરોડ ભક્તોએ શ્રદ્ધાના સાગરમાં ડૂબકી લગાવી

Tags :
Advertisement

.

×