Delhi Accident: ચાણક્યપુરી પાસે થારચાલકે બે લોકોને કચડ્યા, એકનું મોત, કારમાંથી દારુની બોટલ મળી
- દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે અકસ્માતની ઘટના (Delhi Accident)
- 11 મૂર્તિ રોડ પાસે થયો જોરદાર અકસ્માત
- થારચાલકે બેફામ રીતે બે લોકોને કચડી નાખ્યા
- એક વ્યક્તિનું ઘટના સ્થળે જ થયુ મોત
- સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી
- અકસ્માત સ્થળ પાસેથી દારુની બોટલ મળી આવી
Delhi Accident: રવિવારે સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં (Delhi Accident) 11 મૂર્તિ રોડ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. એક થાર ગાડીના ડ્રાઈવરે બેફામ રીતે બે લોકોને કચડી નાખ્યા, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટનાસ્થળ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિલોમીટર દૂર છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.
Delhi Accident: ઘટનાસ્થળેથી મળી દારૂની બોટલ
અકસ્માતના એક વીડિયોમાં ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરતી જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાં એક દારૂની બોટલ પણ પડેલી જોવા મળી છે. પોલીસના પહોંચતા પહેલાં ઘણા કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે થારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે, જેમાં વ્હીલ પણ નીકળી ગયું હતું.
#WATCH | New Delhi | One person dead, another injured, after they were hit by a car on 11 Murti Road earlier today. The car driver has been detained: Delhi Police pic.twitter.com/uD1QWsEGW7
— ANI (@ANI) August 10, 2025
ડ્રાઈવરનો દાવો, પણ પોલીસને શંકા (Delhi Accident)
મળતી માહિતી મુજબ, જે વ્યક્તિનું મોત થયું તે પગપાળા જઈ રહ્યો હતો. તે સમયે, બેફામ ગતિએ આવી રહેલી થાર ગાડીએ તેને અને અન્ય એક વ્યક્તિને ટક્કર મારી. ટક્કર બાદ થાર ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગઈ.
પોલીસે આરોપી થાર ડ્રાઈવરની અટકાયત કરી છે. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું છે કે ગાડી ચલાવતી વખતે તેને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો. જોકે, ઘટનાસ્થળેથી દારૂની બોટલ મળ્યા બાદ પોલીસ આ કેસને દારૂ પીને ગાડી ચલાવવાના એન્ગલથી પણ તપાસી રહી છે. પોલીસ એ વાતની ખાતરી કરવા માટે તપાસ કરી રહી છે કે શું ડ્રાઈવરે દારૂ પીધો હતો કે નહીં.
આ પણ વાંચો: Operation Sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે - આર્મી ચિફ જનરલ દ્વિવેદી


