દિલ્હી યુનિ.માં 'થપ્પડકાંડ', સંયુક્ત સચિવે કન્વીનરને તમાચો માર્યો
- દિલ્હી યુનિવર્સિટીમાં થપ્પડકાંડની ગૂંજ
- વિદ્યાર્થી નેતાએ શિસ્ત સમિતિના કન્વીનરને લાફો મારી દીધો
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે
DUSU Slap Case : દિલ્હી યુનિવર્સિટીના (Delhi University) સંયુક્ત સચિવ દ્વારા શિસ્ત સમિતિના કન્વીનરને થપ્પડ (Student Leader Slap Convener) મારવા પર વિવાદ ઉભો થયો છે. ગુરુવારે દિલ્હી યુનિવર્સિટીના એક શિક્ષક પર દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ના સંયુક્ત સચિવ દીપિકા ઝા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના અન્ય સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ફેકલ્ટી સભ્યોના એક જૂથે આ વાતની પુષ્ટિ કરી છે.
ABVP की गुंडागर्दी अपने चरम पर!
DU के BR आंबेडकर कॉलेज में DUSU जॉइंट सेक्रेटरी दीपिका ने प्रिंसिपल रूम में प्रोफेसर को थप्पड़ मारा।
ये सब @DelhiPolice की मौजूदगी में हुआ!
CCTV में सब साफ़ दिख रहा है, फिर भी कार्रवाई नहीं!
ABVP की गुंडागर्दी पर सख़्त कार्रवाई हो। pic.twitter.com/ceGW3mb12H
— NSUI (@nsui) October 16, 2025
ઘણા શિક્ષકોએ આ ઘટનાની નિંદા કરી
આ ઘટનાનો એક કથિત વીડિયો ઓનલાઈન (Viral Video) સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓના એક જૂથે પોલીસની હાજરીમાં ડૉ. ભીમ રાવ આંબેડકર કોલેજની અંદર એક શિક્ષક પર હુમલો કરતા દર્શાવવામાં આવ્યું છે. દિલ્હી યુનિવર્સિટીના ઘણા શિક્ષકોએ આ ઘટનાની નિંદા કરી છે, તેઓએ શિક્ષકોના ગૌરવ પર હુમલો ગણાવ્યો છે. જેને પગલે યુનિ.નો માહોલ ગરમાયો છે.
દિલ્હી યુનિવર્સિટીમાં શિક્ષક પર હુમલો
એક પ્રોફેસરે નામ ના આપવાની શરતે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, કોલેજ કાઉન્સિલની ચૂંટણી જીતનારા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના ઉમેદવારને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સમર્થિત ABVP ના સભ્યો દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટ (DTF) ના એક નિવેદન અનુસાર, શિક્ષક સુજીત કુમાર (કોલેજની શિસ્ત સમિતિના કન્વીનર) કેમ્પસમાં વિદ્યાર્થીઓના વિવિધ જૂથો સાથે સંકળાયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી રહ્યા હતા, દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
દુર્વ્યવહાર કર્યાનો આરોપ
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ફેકલ્ટી સભ્ય પ્રોફેસર સુનિલ કુમારે સમિતિમાંથી રાજીનામું આપ્યું છે, જ્યારે અન્ય સભ્યોએ યુનિવર્સિટી સ્તરની તપાસની માંગ કરી છે. જો કે, દીપિકા ઝાએ પાછળથી એક નિવેદનમાં સમગ્ર શિક્ષક સમુદાયની માફી માંગી છે. તેમણે આરોપ લગાવ્યો કે, પ્રોફેસર કુમારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. બીજી તરફ પ્રોફેસરે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો ----- ‘રશિયાથી તેલ ખરીદી અંગે કોઈ વાત થઈ નથી’, એક વખત ફરીથી ભારતે Donald Trump નો દાવો ફગાવ્યો


