મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાનો સરાજાહેર હાથ કાપી નાખ્યો, જુઓ Video
- સનકી પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો
- યુવતીના હાથ ઉપર ચપ્પુ વડે ઘા ઝીંક્યો હતો
- ઘટનાસ્થળ ઉપર હાજર લોકોએ આરોપીને પકડી પાડ્યો
Delhi Viral Video : ભારતમાં મહિલાઓની અસુરક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના વિવિધ ખુણાઓમાંથી દરરોજ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મહિલા, બાળકી અને યુવતીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હોય છે. તે ઉપરાંત આપણી સામે એવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં મહિલાઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોય છે. ત્યારે આવો જ કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે.
યુવતીના હાથ ઉપર ચપ્પુ વડે ઘા ઝીંક્યો હતો
આ ઘટનામાં એક વ્યક્તિની પ્રેમી તરીકેની હેવાનિયત જોવા મળી રહી છે. દિલ્હીમાં આવેલા ઈન્દ્રપુરી વિસ્તારમાં એક પહાડગંજના વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ કહેવાતી યુવતીનો હાથ સરાજાહેર ચપ્પુ વડે કાપી નાખ્યો હતો. જોકે આ એક મુસ્લિમ યુવક હતો. તો છેલ્લા ઘણા સમયથી હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ તે દિવસે બંને વચ્ચે અમુક કારણોસર બોલાચાલી થઈ હતી. ત્યારે યુવકે ગુસ્સામાં આવીને યુવતીના હાથ ઉપર ચપ્પુ વડે ઘા ઝીંક્યો હતો.
આ પણ વાંચો: US થી પકડાયો લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ, જાણો ભારતે શું કરી માંગ?
ઘટનાસ્થળ ઉપર હાજર લોકોએ આરોપીને પકડી પાડ્યો
જેના કારણે યુવતીના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પરંતુ ત્યારે ઘટનાસ્થળ ઉપર હાજર લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે તુરંત આવીને આરોપીની ધરપકડ કરી હતી. તે ઉપરાંત પોલીસમાં તેની વિરુદ્ધ હત્યા કરવાના ઉદ્દેશથી કરેલા હુમલાને લઈ ફિરયાદ નોંધવામાં આવી છે. તેની અન્ય ધારાઓ પણ પોલીસે યુવતીના કહ્યા પ્રમાણે નોંધી છે. તે ઉપરાંત યુવતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અનેક ફરિયાદો આ પહેલા પણ નોંધવામાં આવી હતી. ત્યારે હવે, પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે યુવતીની પણ પૂછતાછ કરી છે.
આ પણ વાંચો: મુસ્લિમો BJP ને મત નથી આપતા આ માન્યતા અહીં ખોટી પડશે, જુઓ Video