ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો... Rahul Gandhi ના નિવેદને મચાવ્યો હોબાળો! BJPના પલટવારે કહ્યા ‘પ્રચાર નેતા’
Rahul Gandhi in Colombia : લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કોલંબિયામાં એક કાર્યક્રમમાં બોલતાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે, જે દેશ માટે સૌથી મોટો ખતરો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ સમયે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા પર દરેક તરફથી હુમલો થઈ રહ્યો છે, જેના પછી તેમના આ નિવેદન પર ભાજપ ખૂબ ગુસ્સે થઈ ગયું અને તેમના પર વિદેશમાં જઈને દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભારતનું લોકતંત્ર ખતરામાં : Rahul Gandhi
કોલંબિયાની એક યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું, ભારતમાં અનેક ધર્મ, પરંપરાઓ અને ભાષાઓ છે. લોકતાંત્રિક વ્યવસ્થા બધાને જગ્યા આપે છે, પરંતુ હાલના સમયમાં આ વ્યવસ્થા પર દરેક તરફથી હુમલો થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું, ભારત દુનિયાને ઘણું આપી શકે છે અને હું ખૂબ આશાવાદી છું, પરંતુ કેટલીક ખામીઓ પણ છે... કેટલાક ખતરા પણ છે, જેનાથી ભારતે બચવું પડશે... જેમાં સૌથી મોટો ખતરો લોકતંત્ર પર થઈ રહેલો હુમલો છે.
આ પણ વાંચો- Madhya Pradesh : મૂર્તિ વિસર્જન દરમિયાન ભયંકર દૂર્ઘટના, તળાવમાં ડૂબવાથી 9 લોકોના મોત
દેશ માટે બીજો મોટો ખતરો
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતાં રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, જુદી જુદી પરંપરાઓ, ધર્મો અને વિચારોને એકસાથે લાવવા માટે એક જગ્યાની જરૂર છે અને તે જગ્યા બનાવવાનો સૌથી સારો રસ્તો લોકતાંત્રિક વ્યવસ્થા છે. હાલમાં ભારતમાં લોકતંત્ર પર મોટો હુમલો થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, દેશ માટે બીજો ખતરો એ છે કે જુદા જુદા ભાગોમાં ફાટો પડી રહ્યો છે. ભારતમાં લગભગ 16-17 જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા ધર્મો છે. આ પરંપરાઓને વધવા દેવી અને તેમને પોતાની વાત કહેવાની જગ્યા આપવી ભારત માટે ખૂબ જ મહત્વનું છે. આપણે ચીન જેવું નથી કરી શકતા, જ્યાં લોકોને દબાવીને એક તાનાશાહી વ્યવસ્થા ચલાવવામાં આવે છે.
નિવેદન પર BJPનો પલટવાર
Once again Rahul Gandhi behaves like LoP - Leader of Propaganda
Goes abroad and attacks Indian Democracy! After all he wants to fight Indian state!
Sometimes Demands US UK should intervene into our affairs and now this
From Sena to Judiciary to Sanvidhan to Sanatan ! pic.twitter.com/4mOWacVLGy
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 2, 2025
રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપ તરત જ હરકતમાં આવ્યું. ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ નિવેદન અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને રાહુલ ગાંધીને ‘પ્રચાર નેતા’ ગણાવ્યા છે.
પૂનાવાલાએ પોસ્ટમાં લખ્યું, રાહુલ ગાંધી ફરી એકવાર ‘પ્રચાર નેતા’ની જેમ વર્તન કરી રહ્યા છે, વિદેશ જઈને ભારતીય લોકતંત્ર પર હુમલો કરે છે. આખરે તેઓ ભારત સામે લડવા માગે છે, તો ક્યારેક અમેરિકા અને બ્રિટન પાસે આપણા મામલામાં દખલ કરવાની માગણી કરે છે.
આ પણ વાંચો- અસલી Shiv Sena અમારી પાસે, અમીબા જેવી થઈ ગઈ બીજેપી, મુંબઈ દશેરાની રેલીમાં ઉદ્ધવ ઠાકરેનો હુંકાર


