80 કલાક સુધી કામ કરી શકે તેવા કર્મચારીઓની અમેરિકાના રાષ્ટ્રપતિને જરૂર
- DOGE માં કામ કરવા માટે અમુક માપદંડ અને નિયમો
- પડાકારકદાયક અને દુશ્મનીમાં વધારો કરવો બરાબર હશે
- આ બંને મળીને અમેરિકનોનું જીવન વધુ સારું બનાવશે
Department of Government Efficiency : વિશ્વના મોટાભાગના દેશમાં 72 કલાક કામ કરવા ઉપર વિવાદ ચાલી રહ્યો છે. જોકે આ વિવાદમાં ભારતીય કર્મચારીઓ દ્વારા પણ સાવાલ ઉઠાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં Elon Musk એ પોતાની એક કંપની માટે કર્મચારીઓની ભરતી કરવાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કરી છે. તો ટેસ્લાના સીઈઓ Elon Musk અને Vivek Ramaswamy સાથે મળીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્દેશ DOGE (Department of Government Efficiency) ને પૂર્ણ કરશે.
DOGE માં કામ કરવા માટે અમુક માપદંડ અને નિયમો
Department of Government Efficiency માટે ભરતી જાહેર કરવામાં આવી છે. પરંતુ DOGE માં કામ કરવા માટે અમુક માપદંડ અને નિયમોને તૈયાર કરવમાં આવ્યા છે. તો DOGE એ કૌશલ્યપૂર્વક અને સરકારી ક્રાંતિકારીઓની શોધ કરી રહ્યા છે. જે અઠવાડિયામાં 72 નહીં, પરંતુ સતત 80 કલાક સુધી કામ કરી શકે. તે ઉપરાંત DOGE દ્વારા શેર કરવમાં આવેલી પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે, અમે એ તમામ અમેરિકન્સના આભારી છીએ. જેમણે DOGE ના સપનાને પૂર્મ કરવમાં અમારી મદદ કરી છે.
આ પણ વાંચો: Starlink: ભારતમાં સિમ કાર્ડ વગર ચાલશે ઈન્ટરનેટ..!
We are very grateful to the thousands of Americans who have expressed interest in helping us at DOGE. We don’t need more part-time idea generators. We need super high-IQ small-government revolutionaries willing to work 80+ hours per week on unglamorous cost-cutting. If that’s…
— Department of Government Efficiency (@DOGE) November 14, 2024
પડાકારકદાયક અને દુશ્મનીમાં વધારો કરવો બરાબર હશે
હવે, DOGE ને સુપર હાઈ આઈક્યૂવાળા કર્મચારીઓની જરૂર છે. અને આ કર્મચારીઓ 80 કલાક માટે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ. તો જો તમે લાયકાત ધરાવો છો, તો ઉમેદવારી ફોર્મ DOGE માં સબમિટ કરાવી શકો છો. જોકે આ તમામ સીવીમાંથી પસંદ કરવામાં આવેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ ખુદ Elon Musk અને Vivek Ramaswamy એકસાથે કરશે. Elon Musk એ વધુમાં જણાવ્યું છે કે, જોકે DOGE માં કામ કરવું એક પડાકારકદાયક અને દુશ્મનીમાં વધારો કરવો બરાબર હશે. પરંતુ પરિશ્રમ શૂન્ય હશે.
આ બંને મળીને અમેરિકનોનું જીવન વધુ સારું બનાવશે
જોકે DOGE કંપનીને ચાલાવવા માટે Elon Musk અને રામાસ્વામીને કોઈપણ વેતન ચૂકવવામાં આવશે નહીં. તે ઉપરાંત સરાકાર તરફથી કે પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પણ એક પૈસો આપવામાં આવશે નહીં. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ સંસ્થાની સ્થાપના આ અતિશય નિયમન ઘટાડવા અને નકામા ખર્ચ ઘટાડવા માટે કરવામાં આવી છે. Elon Musk અને Vivek Ramaswamy ના પ્રયાસોને કારણે અમેરિકનોનું જીવન વધુ સારું બનશે, આ બંનેને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ISRO એલોન મસ્કની કંપની સાથે GSAT-N2 લોન્ચ કરશે, 99 % સફળતાની ખાતરી...


