Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી harsha sanghvi એ આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું....

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે CM ભૂપેન્દ્ર પટેલે ' નવી ટીમ ગુજરાત'ને વિકાસ માટે માર્ગદર્શન આપ્યું છે. તેમની પ્રાથમિકતા ગામથી શહેર સુધી તમામ વર્ગોના હિતમાં કામ કરવાની છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ દિવાળીએ ગરીબના ઘરે પણ ખુશીનો દીપ પ્રગટે તેવું કાર્ય સુનિશ્ચિત કરવામાં આવે
કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી harsha sanghvi એ આપ્યું મોટું નિવેદન જાણો શું કહ્યું
Advertisement

  • નાયબ મુખ્યમંત્રી Harsha sanghvi એ આપ્યું મોટું નિવેદન
  • CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવા મંત્રીઓને પાઠવ્યા અભિનંદન
  • વિકાશીલ કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે CM એ આપ્યું માર્ગદર્શન

નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવનિયુક્ત મંત્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ વિકાસના કામો અને સરકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ વર્ગો સુધી પહોંચે તે માટેની રણનીતિ પર ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

નાયબ મુખ્યમંત્રી Harsha sanghvi  એ આપ્યું નિવેદન

Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવા મંત્રીમંડળને 'ટીમ ગુજરાત' તરીકે ઓળખાવતા સ્પષ્ટતા કરી કે તેમની પ્રાથમિકતા ગામડાંથી લઈને શહેરો સુધી, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજના તમામ લોકોના હિતમાં કામ કરવાની રહેશે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, લોકઉપયોગી અને સમાજલક્ષી વિકાસના કામોને સમાજમાં છેક નીચેના સ્તર સુધી પહોંચાડવા માટે આખી ટીમે એક થઈને મહેનત કરવાની છે.

નાયબ મુખ્યમંત્રી Harsha sanghviએ કહ્યું દિવાળીમાં ગરીબના ઘરે દીપ પ્રગટે સુનિશ્ચિત કરવાનું છે

મુખ્યમંત્રીના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય છે કે આ દિવાળી દરમિયાન ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ ખુશીનો દીપ પ્રગટે તે સુનિશ્ચિત કરવાનું છે." નાયબ મુખ્યમંત્રીએ અંતમાં કહ્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી જવાબદારીઓ સોંપીને તમામ વર્ગો સુધી રાજ્ય સરકારના વિકાસલક્ષી કામો કેવી રીતે પહોંચી શકે તે અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. સમગ્ર 'ટીમ ગુજરાત' મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો:   Gujarat New Cabinet : રાજનીતિમાં આવવા સરકારી નોકરી છોડી, સરકારનાં નવા બહુશિક્ષિત મંત્રી પાસે છે વિવિધ ડિગ્રી

Tags :
Advertisement

.

×