નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાકિસ્તાન-અફઘાની હિન્દુ પરિવારોને આપી ભારતીય Citizenship
- અમદાવાદ શાહીબાગમાં ભવ્ય કાર્યક્રમ : હર્ષભાઈ સંઘવીના હસ્તે વધુ 195 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય Citizenship
- દેશમાં સૌથી આગળ અમદાવાદ : અત્યાર સુધીમાં 1200+ લોકોને નાગરિકત્વ, આજે +195
- “આજે અમે ભારતીય થયા”: શાહીબાગમાં 195 પરિવારોની આંખોમાં આનંદાશ્રુ
- હર્ષ સંઘવીના હસ્તે 273મું નાગરિકત્વ વિતરણ : અમદાવાદ ટોચમાં નંબર-1
- CAAનો સૌથી મોટો લાભ ગુજરાતને : શાહીબાગમાં ફરી 195 હિન્દુ ભાઈ-બહેનો ભારતીય બન્યા
અમદાવાદ : અમદાવાદ શાહીબાગ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર (Citizenship Certificate ) એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અન્ય પાકિસ્તાની, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
લઘુમતીઓને ભારતીય Citizenship
ભારત સરકારે પાછલા દિવસોમાં CAA કાયદો બનાવીને જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં રહેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તે સમયે સરકારી નિયમનો ભારે વિરોધ પણ થયો હતો. જોકે, ભારતની મોદી સરકારે પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોને સતત ભારતીય નાગરિકતા આપી રહ્યાં હતા.
ભારતીય નાગરિકતા આપવામાં સમગ્ર દેશમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે છે. અત્યાર સુધીમાં ગુજરાતે 1200થી વધારે લોકોને ભારતીય નાગરિકત્વ આપ્યા હોવાના આંકડા સામે આવી રહ્યાં છે. તો બીજી મહત્વપૂર્ણ બાબત તે છે કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અત્યાર સુધીમાં 273 લોકોને ભારતીય નાગરિકતા મળી છે.
આજે અમદાવાદના શાહીબાગ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે આજે ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર વિતરણનો ભાવુક અને ભવ્ય કાર્યક્રમ યોજાયો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 195 હિન્દુ, શીખ, જૈન તથા પારસી પરિવારજનોને ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા લાભાર્થીઓની આંખોમાં આનંદાશ્રુ છલકાઈ ઉઠ્યા. એક મહિલાએ કહ્યું, “આજે 40 વર્ષની રાહ જોયા પછી અમે ખરેખર ભારતીય બન્યા. ભારત માતા કી જય!”
આ પણ વાંચો-ચૂંટણીપંચે SIR ડેડલાઈન વધારી ; ગુજરાત સહિત 6 રાજ્યોમાં નવી તારીખ જાહેર


