ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GPSC ની જાહેરાત, સરકારી નોકરી - લાખોનો પગાર છતા કોઇ ફોર્મ ભરવા માટે નથી તૈયાર!

Government Recruitment : Gujarat સરકારમાં રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા 29 જેટલી વિવિધ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે GPSC એ જાહેરાત કરી હતી.
09:40 PM Dec 11, 2024 IST | KRUTARTH JOSHI
Government Recruitment : Gujarat સરકારમાં રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા 29 જેટલી વિવિધ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે GPSC એ જાહેરાત કરી હતી.
GPSC Recruitment

Government Recruitment : Gujarat સરકારમાં રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની 29 જેટલી વિવિધ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે GPSC દ્વારા જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટેની અંતિમ તારીખ 10 ડિસેમ્બર, 2024 રાખવામાં આવી હતી. જો કે ઓનલાઇન અરજી કરવાની નિયત તારીખ સુધીમાં એક પણ અરજી નહીં આવતા પંચે તારીખને લંબાવવાની ફરજ પડી હતી. જેના પગલે હવે તારીખને લંબાવવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : એન્જિનિયર અતુલ સુભાષના સુસાઈડ પર કંગનાએ કહ્યું- 99 ટકા પુરુષો..!

સિનિયર પ્રાધ્યાપકની ટોટલ 29 જગ્યા

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત વિવિધ વિષયોના પ્રાધ્યાપક વર્ગ-1 અને સહ પ્રાધ્યાપક વર્ગ-1 ની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવમાં આવી હતી. આ જગ્યાઓ પર GPSC દ્વારા 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2024 સુધી પ્રાધ્યાપકોને ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો હતો. જો કે મંગાવવામાં આવેલી ઓનલાઇન અરજીમાં કોઇ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું. કૂલ 29 જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ હતી. જો કે એક પણ અરજી નહીં મળતા આખરે GPSC ને તારીખ લંબાવવાની ફરજ પડી છે.

લાખો રૂપિયામાં હોય છે પગાર

અત્રે ઉલ્લેખનીય છે કે, આમાં સિલેક્ટ થનાર વ્યક્તિ ક્લાસ 1 અને 2 કક્ષાનો અધિકારી ગણાય છે. જેને લેવલ 13 નું પે સ્કેલ મળે છે. જેના અંતર્ગત લાખો રૂપિયાનો પગાર મળે છે. તેમ છતા પણ કોઇ ફોર્મ ભરવા માટે તૈયાર ન થતા આયોગે વધારે એક વખત તારીખ લંબાવી છે.

આ પણ વાંચો : RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો

હસમુખ પટેલે તારીખ લંબાવાઇ હોવાનો કર્યો સ્વિકાર

આ અંગે વાત કરતા GPSC ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, ઉમેદવારો નહીં મળવાના કારણે જાહેરાત ક્રમાંક 90-96/2024-25 કાર્ડિયોલોજી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સીટીસર્જરીના પ્રાધ્યાપક અને કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી,સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સહપ્રાધ્યાપક, GSS વર્ગ1 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને 18 ડિસેમ્બર 2024 સુધી કરવામાં આવી છે. જેથી કોઇ ઉમેદવાર અરજી કરવાનું ચુકી ગયો હોય તો તે ફોર્મ ભરી શકે.

આ પણ વાંચો : પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન

સિનિયર ડોક્ટર્સનો અભિપ્રાય

આ અંગે એક સિનિયર ડોક્ટરે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, આ લેવલના ડોક્ટર્સ સરકારી કરતા પ્રાઇવેટ સેક્ટરમાં ખુબ જ ઉંચો પગાર મળતો હોવાથી તેઓ સરકારી સેક્ટરમાં જવાનું ટાળે છે. આમાં સિલેક્ટ થયા બાદ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પોસ્ટિંગ મળે છે અને તે સતત બદલાતું રહે છે. જેના કારણે સિનિયર ડોક્ટર્સ તેમાં જવાનું ટાળે છે. તેમને મોટા શહેરમાં જ સારો પગાર મળી રહેતો હોય તેવામાં તેઓ આવી ટ્રાન્સફર પોસ્ટિંગ વાળી નોકરી શા માટે કરે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!

Tags :
class 1 officerGandhinagarGovernment RecruitmentGPSC recruitment AdvertiseGujarat FirstGujarati News
Next Article